Abtak Media Google News

વિક્રમી આવકની વાત સામે ફક્ત 15 કરોડની મિલ્કતવેરાની પાલિકાને આવક

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાનું માંગણું 150 કરોડને બહાર પહોંચ્યું છે તેને ખાસ કરીને સ્થાનિક લોકોને સુવિધા આપવામાં નગરપાલિકાની હોય તેમાં વધતા માંગણાને લઇ અને લાગી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે તે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં મિલકતવેરા વ્યવસાય વેરા તથા અન્ય ટેક્સ વસૂલવામાં આવી રહ્યા છે પરંતુ સામે પ્રજાને સુવિધા આપવામાં ન આવતી હોવાના કારણે આવા પ્રકારના ટેક્સ ભરવા પ્રજા રાજી નથી જેને લઈને 150 કરોડનું માગણું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વટાવી ચૂકી છે.

Advertisement

જેની સામે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 2023 અને 24 ના વર્ષમાં માત્ર 15 કરોડની આવક કરવામાં આવી છે તે પણ વઢવાણ અને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત ગામોની ભેગી કરી અને આ આવક થઈ રહી છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સરકાર દ્વારા ઇમ્પેક્ટ લાગુ કરવામાં આવ્યું છે અને રિબેટ પણ 20 ટકા ટેક્સ ઉપર આપવામાં આવી રહી છે ત્યારે આ સ્કીમનો લાભ લઇ અને મહદ અંશોમાં શહેરીજનો નગરપાલિકાને વેરો ભરી રહ્યો છે પરંતુ તે છતાં પણ માત્ર 15 કરોડ રૂપિયાની આવક નગરપાલિકાને ઊભી થઈ છે.

ત્યારે ઇમ્પેક્ટ અને અન્યત્ર કોઈ ન હતી તે છતાં પણ વર્ષ 2020 અને 21 માં નગરપાલિકાએ 10 કરોડ રૂપિયાની ટેક્સની આવક શહેરીજનો પાસેથી વસુલી હતી આ સમયે કોરોના કાળનો હતો. આ ઉપરાંત 21 અને 22ના વર્ષમાં 12 કરોડ અને 2022 અને 23 ના વર્ષમાં 15 કરોડની ટેક્સની

મિલકત વેરાની વસુલાત નગરપાલિકાએ કરી છે. ત્યારે એક તરફ નગરપાલિકાના સત્તાધીશો મિલકત વેરાની વસુલાત બમણી થઈ હોવાના દાવાઓ કરી રહ્યા છે પરંતુ આંકડાકીય વિગત ઉપરથી આ દાવા પોકળ સાબિત નીકળ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા સુરેન્દ્રનગર શહેરીજનોને સુવિધા આપવામાં નિષ્ફળ નિવરી હોય તેવું લાગી રહ્યું છે જેને લઇને શહેરીજનો ટેક્સ ભરવા માટે નગરપાલિકામાં રાજી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આજે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાનું 150 કરોડ ઉપરનું માંગણું શહેરીજનો પાસેથી ઊભું થઈ ચૂક્યું છે હવે આ પૈસા કેવી રીતે નગરપાલિકા વસૂલી શકે છે તેની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણકે સુવિધા આપવામાં આવતી નથી સામે પ્રજાનો ટેક્સ ડબલ વસૂલવામાં આવી રહ્યો હોવાનું પણ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.