Abtak Media Google News

ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે વેપારીઓનો કાંતિકારી નિર્ણય

સુરેન્દ્રનગર શહેરના મહેતા માર્કેટમાં થોડા દિવસ પહેલા જ વેપારીઓ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત ડીવાયએસપીએચપી દોશી પીઆઇ પીએસઆઇ ટ્રાફિક પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા નેતા માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી ત્યારે મહેતા માર્કેટની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વેપારીઓને જાણકારી આપવામાં આવી હતી ત્યારે વેપારીઓએ તેમનો નિર્ણય જિલ્લા પોલીસ અધિક્ષકને બે ચાર દિવસમાં જણાવવામાં આવશે તેવું જણાવ્યું હતું ત્યારે ગઈકાલે વ્યાપારી સંગઠનો દ્વારા અને વેપારી આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને એક લેખિતમાં જાણકારી આપવામાં આવી છે કે સુરેન્દ્રનગર શહેરની મેતા માર્કેટમાં સવારે 10 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી એક પણ ટ્રક મહેતા માર્કેટમાં આવવા દેવામાં આવશે નહીં અને જો આવશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે હાલમાં આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં આજથી જ વેપારીઓ અમલ કરશે અને આજે સવારે 10 વાગ્યા થી પાંચ વાગ્યા સુધી એક પણ ટ્રક મહેતા માર્કેટમાં લાવવામાં નહીં આવે અને વેપારીઓ વહેલા આવી એને પોતાને બહારના રાજ્યોમાંથી આવતો માલ વેલો ઉતરાવી લઈ અને 10 વાગ્યા પહેલા ટ્રકને ખાલી કરી અને રવાના કરી દેવા માટેની સૂચનાઓ વેપારીઓ દ્વારા જ આપવામાં આવી છે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.