Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે તેવા સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલ 95 રૂપિયા બહાર પહોંચી ચૂક્યું છે તેવા સંજોગોમાં સીએનજી ગેસ વપરાશકર્તા વાહનચાલકોની સંખ્યામાં વધારો થતો જોવા મળતા ની સાથે જ સરકાર દ્વારા સીએનજી ગેસના ભાવોમાં પણ  રૂપિયા 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રિક્ષા ચાલકો તથા સીએનજી કાર ચાલક માં રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસ માં 9 રૂપિયાનો સરકાર દ્વારા સીએનજી ગેસ વધારો કરવામાં આવતાની સાથે જ સીએનજી વાહનચાલકોમાં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે કારણકે હવે લોડિંગ વહાનો પણ સીએનજી બનાવવાની કંપનીઓ શરૂ કરવામાં આવી છે તેવા સંજોગોમાં સીએનજી ગેસના ભાવો પણ હવે આસમાનને અડી રહ્યા છે.

ત્યારે પહેલાથી પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ ભડકે બળી રહ્યા છે તેવા સંજોગોમાં પેટ્રોલ-ડીઝલનો વિકલ્પે સીએનજી ગેસ પૂરો પાડી રહ્યો છે તેવા સંજોગોમાં સીએનજી ગેસના ભાવોમાં પણ વહેલી સવારથી વધારો ઝીંકવામાં આવતા સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે સીએનજી ગેસના ભાવો પરત ખેંચવામાં આવે તેવી સીએનજી વહાન ચાલકો તથા રીક્ષા યુનિયનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

Screenshot 5 12

ત્યારે સરકાર પણ પોતે હાલમાં અડીખમ હોય અને કોઈ પણ ભોગે સીએનજી ગેસના ભાવો પરત  ખેંચી શકાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી કારણકે પેટ્રોલ અને ડીઝલ પણ  95 રૂપિયા ને બહાર પહોંચી ચૂક્યા છે ત્યારે આ મામલે અનેક વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર દ્વારા ભાવ વધારો પરત ખેંચવામાં આવ્યો નથી તો સીએનજી ગેસ માં પણ સરકાર મક્કમ રહે તેવી શક્યતાઓ વર્તવામાં આવી રહી છે.

CNG ના ભાવ વધારો પાછો ખેંચવા રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહારમંત્રી, કમિશનર વગેરેને રૂબરુ મળીને રજુઆતો કરીને આવેદનપત્રો આપયા પરંતુ હજુ સુધી કોઈના પેટનું પાણી હલતું નથી CNGના ભાવ વધારાના કારણે ફક્ત રિક્ષા ચાલકો જ નહી પરંતુ લાખો નાગરિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.

છેલ્લા ચાર વર્ષથી વધુ સમય થવા છતાં હજુ સુધિ એકપણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી આથી સમગ્ર ગુજરાત રાજ્ય માં વર્ષોથી કામ કરતા રિક્ષાનાં સંગઠનો અને સંસ્થાઓ આપણા પ્રાણ પ્રશ્નોને ઉકેલવા માટે CNG ભાવ વધારા વિરોધી સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતી દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપીને આપણા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે તમામ રિક્ષા ચાલકોએ આજરોજ સવારે 10 વાગે કલેકટર કચેરીના પટ્ટાગણમાં તમામ રિક્ષા ચાલકોએ હાજરી આપીને મજદુર એકતાની એક તાકાત પ્રદર્શન કરીને હાજર રહેવા હાકલ કરું છું. આપણે તમામ લોકો એક બની નેક બની સંગઠીત થઈને લડત લડીશું ચોક્કસ આપણા વિજય નિશ્ચિત છે, આપણી લડત અહિંસક અને ગાંધી ચિંધ્યા માર્ગે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.