Abtak Media Google News

ધ્રાંગધ્રા શહેરમાંથી પાસાનો જુગાર રમતા ૧૩ ઈસમોને સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ સબ ઈન્સ.એ.ડી.પરમાર તથા પો.સબ.ઈન્સ. કે.આર.સિસોદીયા, પો.કોન્સ.નિર્મળસિંહ પરમાર તથા ભગીરથસિંહ ઝાલા, રવિભાઈ ભરવાડ, રવિન્દ્રસિંહ ડોડીયા, ભરતસિંહ મસાણી, અજયવિરસિંહ ઝાલા, અજીતસિંહ સોલંકી, ડ્રા.પો.કોન્સ.કિશનભાઈ રાઠોડ વિગેરેએ ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ.અજીતસિંહ સોલંકીને મળેલ બાતમીને આધારે હજુરીયા લાઈન પેલેસ કમ્પાઉન્ડમાં આવેલ આરોપી દેવેન્દ્રભાઈ સામજીભાઈ સિસોદીયાના કબજાના મકાનમાં આરોપી મયુરભાઈ નવીનભાઈ કાંજીયા રહે.ધ્રાંગધ્રા બહારથી માણસો બોલાવી હારજીતનો ગુડદી પાસાનો જુગાર રમી રમાડી રોકડ રૂ.૪૭,૫૨૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧૪ કી. રૂ.૧૭,૫૦૦/- તથા પાસા નંગ ૨ મળી કુલ રૂ.૬૫,૦૨૦ના મુદામાલ સાથે આરોપીઓ દેવેન્દ્રભાઈ સામજીભાઈ સિસોદીયા રહે.ધ્રાંગધ્રા, મયુરભાઈ નવીનભાઈ કાંજીયા રહે.ધ્રાંગધ્રા, યુનુસ ઉર્ફે કાળુભાઈ કાસમભાઈ ભાડુલા રહે.સુ.નગર, ઈમરાનભાઈ સલીમભાઈ પઠાણ રહે.ધ્રાંગધ્રા, મુકેશભાઈ નાગરદાસ પરમાર રહે.ધ્રાંગધ્રા, હબીબભાઈ ઉર્ફે હબો ગુલાબભાઈ ભટ્ટી રહે.ધ્રાંગધ્રા, મહેબુબભાઈ આદમભાઈ મુમાણી રહે.સુ.નગર, નરેન્દ્રભાઈ છોટુભાઈ રતનાણી રહે.ધ્રાંગધ્રા, વિમલભાઈ પ્રવિણભાઈ દવે રહે.ધ્રાંગધ્રા, બાવલભાઈ મગનભાઈ તારબુંદીયા રહે.ધ્રાંગધ્રા, અસલમભાઈ હુશેનભાઈ શેખ રહે.ધ્રાંગધ્રા, ભરતભાઈ હીરાભાઈ ચાવડા રહે.વઢવાણ, જયેશભાઈ કનુભાઈ કાચરોલા રહે.ધ્રાંગધ્રા વાળાઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધ્રાંગધ્રા સિટી પો.સ્ટે.માં જુગાર ધારા હેઠળનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.