Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી દીધો છે ત્યારે આજે વહેલી સવારે પણ કોરોના ના પગલે 14 લોકોના મોત નિપજ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેર કોવિડ હોસ્પિટલ અને હોમ આઈસોલેટ થયેલા દર્દીઓના ટપોટપ મોતને ભેટી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં આજે વહેલી સવારે પાલિકા ખાતે થી મળેલ આંકડા મુજબ છેલ્લા ચાર દિવસમાં 384 લોકોના મોત નિપજયા છે.

સુરેન્દ્રનગરમાં એક તરફ સિઝનની અછત સર્જાઇ રહી છે માત્ર 11 ટન જેટલો ઓક્સિજનનો જથ્થો સુરેન્દ્રનગરને ને મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે રાજકોટ અમદાવાદ અને મોટા સિટીના 10% ઓક્સિજનનો જથ્થો સરકાર દ્વારા સુરેન્દ્રનગરને ફાળવવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યો છે ત્યારે ઓક્સિજન ના અભાવે ઇન્જેક્શન ના મળવા ના અભાવે સારી સારવાર ન મળવાના અભાવે દર્દીઓના ટપોટપ મોતને ભેટી રહ્યા છે.

નગરપાલિકા ખાતેથી મળેલી વિગત અનુસાર સુરેન્દ્રનગરમાં છેલ્લા ચાર દિવસમાં 384 લોકો દ્વારા પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેમના મરણના દાખલા કઢાવવા માટે એપ્લાય કરવામાં આવ્યું છે. સમશાનમાં અગ્નિસંસ્કાર કરવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે આજે વહેલી સવારે નગરપાલિકા બહાર પણ કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોના મૃત્યુ ના દાખલા કઢાવવા માટે પણ નગરપાલિકા બહાર લાંબી લાઈનો જોવા મળી છે દસ દિવસ નું વેટિંગ દાખલા કઢાવવા માં આવી ગયું છે.

સુરેન્દ્રનગરમાં ઓક્સિજનની અછત સર્જાઈ જવા પામી છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ જે ઓક્સિજન પહોંચાડી રહી હતી તે પણ હાલમાં તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થયો છે ત્યારે આ મેસેજમાં લોકો દ્વારા લખવામાં આવ્યું છે કે તંત્ર હાલ સૂઈ રહ્યા છે અને લોકો ઓક્સિજન માટે દોડી રહ્યા છે કારણ કે ઓક્સિજનના આવે દર્દીઓના ટપોટપ મોતને ભેટી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.