Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ સમસ્યા છે ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો આવતા હળવી બની ગઈ હોય તેવી વાતો થાય છે પરંતુ રિયાલિટી માં આજની તારીખે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ તાલુકામાં રોજ પીવાનું ચોખ્ખું પાણી નથી પૂરું પાડવામાં આવતું કે લોકોને પીવાનું પાણી રોજ મળે તેવી કોઈ હાલ સુધીની વ્યવસ્થા નથી હવે આમાં તંત્રનો વાંક ગણી શકાય કે આયોજનની ખામી ગણી શકાય કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો આવતા સૌથી વધુ નર્મદાનો લાભ લેતો જિલ્લો સુરેન્દ્રનગર ગણવામાં આવે છે

અગરીયાઓના વસાવટ સુધી પાણી પહોંચાડવા માટે તંત્રની ઉદાસીનતાની ‘રાવ’

પરંતુ આજ દિન સુધી લોકોને રોજ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું.હવે શહેરી વિસ્તારનો આ પ્રકારનો પ્રશ્ન હોય તો ગ્રામીણ વિસ્તારની તો શું સમસ્યા હોઈ શકે ખાસ કરીને ચોટીલાના અમુક ગામડાઓમાં શિયાળાના ગણ્યા ગાંઠિયા દિવસોમાં જ ગામ છોડીને જતું રહેવું પડે છે પોતાના માલ ઢોર લઈ અને શિયાળાના સમયે નીકળી ગયેલા પરિવારજનો ચોમાસાની સિઝનમાં પરત આવે છે કારણ કે ઉનાળો સુરેન્દ્રનગર જિલ્લામાં છેવાડાના ગામોમાં કાઢવો ખૂબ કઠિન હોય છે લોકોને તો પીવાનું પાણી નથી મળતું હતું ત્યારે માલ ઢોરને તો કેવી રીતે પીવાનું પાણી ઉનાળાના સમયમાં મળે તેવી સમસ્યાઓ ઉદભવતી હોય છે માલ ઢોરને જીવતો રાખવા માટે ચોટીલાના અમુક વિસ્તારના લોકો ગામ છોડી અને જતા રહી અન્ય સ્થળે વસવાટ કરી અને ચોમાસાની સિઝનમાં પરત ફરતા હોય છે.

આ તમામ પ્રકારની વિગતો અને માહિતીઓ તંત્ર પણ જાણે છે પરંતુ હજુ સુધી નર્મદાનો લાભ જાણે ચોટીલા વિસ્તાર ને વંચિત રાખવા માટે બન્યો હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગરનો પાટડી વિસ્તારમાં અને ધાંગધ્રા વિસ્તારમાં રણ પ્રદેશમાં વસવાટ કરી અને મીઠાની ખેતી કરતા અગરિયાઓ પણ પાણી માટે તલ પાપડ કરી રહ્યા છે અનેક વખત તંત્રને રજૂઆત મળી છે ત્યારે રજૂઆત બાદ તંત્રએ વર્ષો પહેલાથી ટેન્કર સુવિધા ઉપલબ્ધ કરી છે રણમાં વસવાટ કરતા પરિવારજનોને પીવાનું પાણી ચોખ્ખું મળી રહે તે માટે ટેન્કર મારફતે પાણી પહોંચાડવા ની સરકારે પહેલ શરૂ કરી છે અને પાણી પહોંચાડવા માટે સરકારે કોન્ટ્રાક્ટ પણ  આપી દીધો છે.

દર વર્ષે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ થી અગરિયાઓને પીવાના પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવતા હોય છે અગરિયાઓના ઝુંપડા સુધી આ પીવાના પાણીના ટેન્ક કરો સરકાર પહોંચાડતી હોય છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના કુડા ખારાઘોડા નિમકનગર જેવા વિસ્તારોમાં રણમાં મીઠાની ખેતી કરતા અગરિયાઓને ઝૂંપડે સુધી પીવાના પાણીના ટેન્કર  પહોંચાડવા પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે નર્મદા વિભાગ દ્વારા આ ટેન્કર પહોંચાડવામાં આવતા હોય છે પાણી પુરવઠા વિભાગ અંતર્ગત આ કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ હરિયાલીટી હવે કંઈક અલગ છે.

અગરિયાઓને ઝુપડા સુધી પાણી પહોંચે તે વ્યવસ્થા તંત્ર કરે તે જરૂરી છે કારણ કે કોન્ટ્રાક આપ્યા ને એક મહિનો થઈ ગયો. કુડા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓ સાથે વાત કરવામાં આવતા તે જણાવી રહ્યા છે કે એક મહિનામાં એક પણ ટેન્કર ઝૂંપડા સુધી પાણીનું નથી આવ્યું અને આ વર્ષે તો ટેન્કરના દર્શન પણ નથી થયા અન્ય ખારાઘોડાના અગરિયા સાથે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું છે કે 700 થી વધુ અગરિયાઓ વચ્ચે માત્ર બે ટેન્કર પીવાના પાણીના કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવવામાં આવે છે 15 થી 16 દિવસે પીવાનું પાણી મળે છે ત્યારે આ અંગે ટેન્ડર તેમજ અન્ય વિગતો કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવતા તે ઉડાવ જવાબ આપ્યો છે અને યોગ્ય વિગત જોતી હોય તો ઓફિસે જઈને મેળવી લો તેઓ જવાબ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે હવે અગરિયાઓ તો ઝૂંપડામાં તરસ્યા છે પરંતુ તેમના નામે કરોડો રૂપિયાની દર વર્ષે પાણીના નામે મલાઈ ઉતારતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી તંત્ર કરે અને હગરીયાઓના ઝુંપડા સુધી પાણી પીવાનું પહોંચે તે પ્રકારની વેવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.