સુરેન્દ્રનગર: ધોળીધજા ડેમમાં પાણીનું લેવલ ઘટ્યું

શહેરીજનો ચાર દિવસથી પાણી વિના પરેશાન

સૌરાષ્ટ્રનું પાણીયારું ધોળી ધજા ડેમ માં અચાનક પાણીની સપાટી નીચે પહોંચી છે ત્યારે શહેરીજનોને અગામી દિવસોમાં પાણી મામલે હાલાકીનો સામનો કરવો પડશે ત્યારે ઉલ્લેખનીએ છે કે અચાનક સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમની સપાટી નીચે પહોંચતા વિતરણ વ્યવસ્થા ખોવાઈ છે અને જે પંપિંગ આવેલો છે ત્યાં સેવાળ જામી જતાં અગામી ત્રણથી ચાર દિવસ સુધી પાણી વિતરણ નહીં થઈ શકે તેવું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર શહેરના ધોડી ધજા ડેમમાંથી મુખ્ય ચાર જિલ્લાઓને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં પાણીની સપાટી 12 ફૂટે પહોંચી જવા પામી છે ત્યારે પાણીની સપાટી નીચે જતા પાણી વિતરણ વ્યવસ્થા ખોવાઈ જવા પામી છે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર પણ ધોળીજા ડેમની મુલાકાતે દોડી ગયા છે અને પાણી વિતરણ વ્યવસ્થા કેમ ખોરવાય તે અંગેની સમગ્ર વિગતો મેળવાય રહી છે.

ત્યારે સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ આવેલો છે ત્યાં પાણીમાં સેવાડ જામી ગઈ હોય એને પંપિંગ સ્ટેશનમાં પણ સેવાડ જામી ગઈ હોવાના કારણે આગામી ત્રણ થી ચાર દિવસ સુધી પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે ત્યારે સુરેન્દ્રનગર શહેરીજનોને પણ આ મામલે જાણકારી નગરપાલિકાના ચીફ ઓફિસરે આપી છે તેને ઉલ્લેખનીય છે કે તાત્કાલિક પણે હટાવવાની કામગીરી પણ પાલિકા તંત્ર એ હાથ ધરી છે પરંતુ અચાનક પાણીની સપાટી નીચે જતા આ વ્યવસ્થા સર્જાઇ હોવાનું પણ પાલિકા ચીફ ઓફિસર જણાવી રહ્યા છે.

શહેરીજનોને આગામી ત્રણ થી ચાર દિવસ સુધી પાણી નહીં મળી શકે જેથી પાણી સાચવીને વાપરે તેવી અપીલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે.