Abtak Media Google News

સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત તથા રમત ગમત અધિકારી કચેરી, રાજકોટ દ્વારા આયોજીત અંડર૧૪ સુબ્રતો કપ ફુટબોલનું આયોજન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે થયું હતું. જેમાં સર્વોદય સ્કુલની ટીમ સેમીફાઇનલ મેચમાં આર.કે.સી. ને હરાવી ફાઇનલ મેચમાં રનર્સઅપ રહી હતી.

આ ટીમમાં દરેક ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હતું. સમગ્ર ટીમને માર્ગદર્શન માટે સ્પોર્ટસ હેડ નયનભાઇ મહેતા અને પી.ટી. શિક્ષક પૃથ્વીરાજસિંહ ઝાલાએ જહેમત ઉઠાવી હતી. અને આ સિઘ્ધિ મેળવવા બદલ તમામ વિઘાર્થીઓને તથા શિક્ષક કોચને સંસ્થાના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા તથા આચાર્ય ગીતાબેન ગાજીપરાએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.