Abtak Media Google News

ટી-20માં એક હજાર રન પુરા કરવામાં ‘સૂર્ય’ માત્ર 24 રન દૂર !!!

ટી-20વિશ્વ કપ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભારતીય ટીમ આકરી તૈયારીઓ કરી રહ્યું છે અને પોતાના ખેલાડીઓની તાકાત અને ધ્યાન લઇ શકાય તેવા મુદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પરંતુ માણવા જેવી વાત અને જાણવા જેવી વાતતો એ છે કે, ભારતીય ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવ ચાલુ વર્ષમાં સૌથી રન બનાવનાર ખેલાડી બન્યો છે. એટલુંજ નહીં તેને શિખર ધવનને પણ પાછળ છોડી પ્રથમ ક્રમે પહોંચ્યો છે. ટી20માં 1 હજાર રન પુરા કરવા માટે સૂર્યકુમાર માત્ર 24 રનજ પાછળ છે.

વર્ષ 2022માં સૂર્યકુમાર યાદવની સ્ટ્રાઈક રેટ 180ને વટી ગઈ છે. સૂર્યકુમાર યાદવની ટી20 કરિયર અંગે જો માહિતી લેવામાં આવે તો તેને અત્યાર સુધી 57 સિક્સ 88 ફોર ફટકારી છે. હાલ ભારતના મિડલઓર્ડરને મજબૂત કરવા માટે સૂર્યકુમાર યાદવનું યોગદાન ખુબજ વધ્યું છે અને ચોથા ક્રમ માટે પોતાની જવાબદારી પણ બખૂબી રીતે નિભાવી રહ્યો છે. વિશ્વકપને ધ્યાને લઇ ભારતીય ટીમ માટે સૂર્યકુમાર યાદવનું ફોર્મ ખુબજ ઉપયોગી નીવડશે. તરફ સૂર્ય કુમાર યાદવ એક એવો વિસ્ફોટક બેટ્સમેન છે જે સ્કોરિંગ રેટને ઝડપથી આગળ વધારે છે. એમઆરએફ ટાયર આઇસીસી મેન્સ ટી20 પ્લેયર રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ 801 પોઇન્ટ સાથે બીજા ક્રમ ઉપર છે. આગામી સમયમાં ભારતીય ટીમ માટે સૂર્યકુમારી યાદવ ટ્રમ્પકાર્ડ પણ સાબિત થઈ શકે છે. ભારતીય ટીમ માટે મિડલ ઓર્ડર સૌથી વધુ ચિંતાનો વિષય બન્યો છે ત્યારે સૂર્યકૂમાર યાદવની વિસ્ફોટક બેટિંગના કારણે જે ભારતીય ટીમને વિશ્વ કપમાં ફાયદો પહોંચશે. બીજી તરફ ભારતીય ટીમે એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે જે માટે ભારતીય ટીમને ઉપયોગી નીવડે બીજી તરફ ભારતીય ટીમની ડેથ બોલિંગ પણ ચિંતા નો વિષય છે જેના ઉપર તેઓએ કામ કરવું ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે.

ટી-20 વિશ્ર્વકપ પૂર્વે ભારતીય ટીમને ફટકો, પીઠની ઇજાના કારણે બુમરાહ ‘આઉટ’, સિરાઝ ઈન !!!

01 9

ઓસ્ટ્રેલિયામાં આગામી માસથી શરૂ થતા ટી20 વિશ્વકપને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને સૌથી મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ઝડપી બોલર અને ડેથ બોલિંગ એક્સપર્ટ જસપ્રિત બુમરાહ પીઠની ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ચુક્યો છે. જસપ્રિત બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર થતા તે ટી20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. બુમરાહની ગેરહાજરીના કારણે ભારતીય ટીમની બોલિંગ નબળી જોવા મળી રહી છે. નોંધનીય છે કે ભારત માટે ટી20 વર્લ્ડ કપ પહેલા આ બીજો મોટો ફટકો છે.

અગાઉ સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. બુમરાહને સ્ટ્રેસ ફ્રેકચર થતા તે જો કપમાંથી બહાર થઈ ગયો છે ત્યારે આ પ્રકારના ફ્રેક્ચરમાં કોઈ ઓપરેશનની જરૂરિયાત ઊભી થતી નથી જેના કારણે લાંબા સમય સુધી તે માટે આરામ કરવો પડે છે. ફિઝિઓના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિમાં આરામ જ એકમાત્ર અક્સિર ઈલાજ છે. હવે બુમરાનુ રિપ્લેસમેન્ટ ફોન કરશે તે માટે દીપક ચહર અને મોહમ્મદ શામીનું નામ સામે આવી રહ્યું હતું પરંતુ બીસીસીઆઈએ પોતાની પસંદગી મોહમ્મદ સિરાજ ઉપર રાખી જે હવે બુમરાહની જગ્યા પર રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.