Abtak Media Google News

દોસ્ત દોસ્ત ન રહા

સાયબર પોલીસની સતર્કતાથી સગાઈ તુટતી બચી ગઈ

ગીર સોમનાથમાં મિત્રની સગાઈ તોડાવવા માટે તેના જ મિત્રએ ઈન્સ્ટાગ્રામમાં યુવતીના નામનું ફેક આઈડી બનાવી મિત્રની મંગેતરને ઇન્સ્ટાગ્રામમાં ખોટી ખોટી વાતોના મેસેજો કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવકએ જિલ્લા સાયબર પોલીસની મદદ માંગતા મિત્રના બદઈરાદાનો પર્દાફાશ થતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથના સુત્રાપાડાના એક યુવકની થોડા સમય પહેલા સગાઈ થઈ હતી. દરમિયાન છેલ્લા થોડા દિવસોથી ઈન્સ્ટાગ્રામ ઉપર છોકરીના નામનું     ફેક આઇ.ડી ઉપરથી તેની મંગેતરને લોભામણા મેસેજો કરી તેની સાથે પોતાને સંબંધ હોય એવા ખરાબ મેસેજો કરી ખોટી ખોટી વાતો કરી રહી હતી. જે અંગે યુવતીએ યુવકને વાત કરતા તેણે આવો કોઈ સાથે સંબંધ ન હોવાનો પરીવારજનો સમક્ષ ખુલાસો કર્યો હતો. આ બંન્નેની સગાઈ તુટવા સુધી પહોંચી ગઈ હતી.દરમિયાન યુવકે સાયબર પોલીસને ઉપરોક્ત વિગતો સાથે અરજી કરી મદદ માગી હતી.

જેને લઈ સાયબર સેલની ટીમે ઇન્સ્ટાગ્રામ કંપની પાસેથી માહિતી મેળવી હતી. જેને લઈ ટેકનીકલ સર્વેલન્સની આધારે તપાસ કરતા ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી   કોડીનારના સિંધાજ ગામના રહીશ વિશાલસિંહ રાયસિંહ ઝાલાએ બનાવી હોવાની હકિકત જાણવા મળી હતી. જેના આધારે  આરોપી વિશાલસિંહની અટકાયત કરવામાં આવી હતી.

આરોપી વિશાલસિંહ ઝાલા પ્રાઇવેટ નોકરી કરતો હોવાની સાથે અરજદાર યુવકનો મિત્ર છે અને તેને આવું કૃત્ય મિત્રની સગાઈ તોડવાના બદ ઈરાદા સાથે કર્યુ હોવાની કબુલાત પોલીસ પુછપરછમાં કરી હોવાનું પીઆઈ એ.બી.જાડેજાએ જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.