Abtak Media Google News

ડો.સુનિલ જાદવના પુસ્તકમાં ૩૫ી વધુ લેખકો અને કટાર લેખકોના ચુનીંદા લેખોનું સંપાદન

ભારતીય બંધારણનાં ઘડવૈયા ‘ભારત રત્ન’ ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાને ડો.સુનીલ જાદવના લેખો સહિત અન્ય ૩૫ થી વધુ કટાર લેખકો-સમીક્ષકોનાં લેખોનું સંપાદીત કરેલા પુસ્તક ‘સિમ્બોલ ઓફ નોલેજ’નો વિમોચન સમારોહ યોજાયો હતો. સુરક્ષા સેતુ સોસાયટી અને તથાગત ગ્રુપ રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પુસ્તક વિમોચન સમારંભમાં અધ્યક્ષ સને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કરણાભાઈ, હરિ દેસાઈ, ગૌરાંગ જાની તથા ખોડલધામનાં પ્રમુખ પરેશ ગજેરા, મહાપાલિકાનાં વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા, અમરશી મકવાણા સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

સિમ્બોલ ઓફ નોલેજ નામના પુસ્તકમાં ૩૦૦ થી વધુ પેઝમાં ડો.ભીમરાવ આંબેડકર વિશે અનેકાનેક લેખકો, સમાજ શાીઓ, ચિંતકો દ્વારા લખાયેલ આશરે ૬૦ થી વધુ સંપાદકીય લેખોને આવરી લેવામાં આવ્યા છે. આ લેખો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરને યા યોગ્ય મુલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં બાબા સાહેબ રચિત ચુનિંદા કાવ્યો ઉપરાંત અન્ય કવિઓની બાબા સાહેબના જીવન કવન વિશે રચાયેલી કાવ્ય કૃતિઓ પણ સમાવવામાં આવી છે.

કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટય અને ડો.બાબા સાહેબ આંબેડકરનાં તૈલ ચીત્રને પુષ્પહાર અર્પણ કરી કરવામાં આવ્યો હતો. ઉપસ્તિ મંચસ્ મહાનુભાવોએ દિપ પ્રાગટય કર્યું હતું. ત્યારબાદ ડો.સુનિલ જાદવના વકતવ્યી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.Vlcsnap 2018 04 14 08H58M02S52 1

ડો.જાદવનાં વકતવ્યમાં એમણે જણાવ્યું હતું કે, માર્ટીન લ્યુરકીંગ, નેલશન મંડેલા અને ડો. બાબા સાહેબ આંબેડકરને લોકો સાચા દ્રષ્ટિકોણી સમજી શકયા નથી. ડો.આંબેડકરને નોબલ પારિતોષીક આપવાની ઘોષણા થઈ હતી. ત્યારે કરોડો દલીતોનાં હિતની, એમના માનવીય હકક અને અધિકાર માટેની લડત ચલાવનારા ડો.બાબાસાહેબે નોબલ પારિતોષ એવોર્ડ ઠુકરાવીને દલીતોના ઉતકર્ષ માટેની તેમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજના સમયમાં આ પુસ્તકની ઉપયોગીતામાં ર્સાક કરવા અંગે વિશેષ છણાવટ કરી હતી. મુખ્ય વકતા હરી દેસાઈ તેમજ ગૌરાંગ જાનીએ ડો.બાબા સાહેબનાં વિચારો સાંપ્રાત સમયમાં પણ અભિપ્રાય છે એ અંગે મનનીય અને વિચારપ્રેરક પ્રવચન આપ્યું હતું.

‘અબતક’ સોની ખાસ વાતચીતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડો.સુનિલ જાદવ, હરિ દેસાઈ તેમજ ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાએ લોકોને આ પુસ્તક વસાવવા અંગે સમજણ આપી. આ પુસ્તકની ઉપયોગીતા દર્શાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.