Abtak Media Google News

તરણેતરના મેળા માટે ૨૦૦, જડેશ્ર્વર અને રફાળેશ્ર્વરના મેળા માટે૮૦ સહિત કુલ ૨૮૦ બસો દોડાવાશે: ૪૬ લાખની આવકનો ટાર્ગેટ

રાજકોટ એસ.ટી. તંત્રની ગાડી હાલ ટોપ ગીયરમાં દોડી રહી હોય તેમ રાજકોટ ડેપો અને સમગ્ર ડીવીઝનનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. છેલ્લા સમયથી રાજકોટ એસ.ટી.ને ઘણી નવી બસો પણ મળી છે. ત્યારે સાતમ-આઠમ, દીવાળી જેવા તહેવારો વધારાના એસ.ટી. ‚ટ શરુ કરી રાજકોટ એસ.ટી. ની આવકમાં વધારો થાય છે. શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક વિવિધ મેળાઓ માટે રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા અલગથી ૨૦૦ થી વધુ બસો દોડાવામાં આવશે. અને તેમાંથી લગભગ ડીવીઝનને ૪૫ લાખની આવક થાય તેવો અંદાજ છે.

રાજકોટ એસ.ટી. ડીવીઝન વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી ૩૧મી જુલાઇએ શ્રાવણ માસના બીજા સોમવાર નીમીતે જડેશ્ર્વરનો મેળો યોજનાર છે તેમાં ડીવીઝન તરફથી ૪૦ વધુ વધારાની બસો દોડાવવામાં આવશે. જેમાં રાજકોટ, મોરબી અને વાંકાનેરની બસોના ‚ પાલશે. ઉપરાંત ર૧ ઓગષ્ટ રફાળેશ્ર્વરનો મેળો મોરબી ખાતે યોજાનાર છે. જેમાં ૪૦ ‚ટ મોરબી અને વાંકાનેરથી દોડાવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિખ્યાત તરણેતરનો મેળો ર૩ ઓગષ્ટથી ૨૬ ઓગષ્ટ સુધી ચાલવાનો છે જેમાં મોટા પ્રમાણમાં માનવ મેદની  ઉમટવાની હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુ માનવ મહેરાણ ઉમટશે જેને ઘ્યાનમાં લઇ તરણેતરના મેળા માટે અલગથી ૨૦૦ એસ.ટી. દોડાવવામાં આવશે.

તરણેતરનો મેળો થાન નજીક યોજાવાનો હોય ત્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, મોરબી, વાંકાનેર, ધ્રાંગધ્રા, અને હળવદથી ૨૦૦ એસ.ટી. વધારાની બસો દોડાવાશે.

રાજકોટ એસ.ટી. ડીવીઝન રાજયભરમાં સૌથી વધુ ઝડપે વિકાસ પામતુ બન્યું છે. સમયાંતરે એસ.ટી. ના મુસાફરોને સરળ અને ઉતમ સુવિધાનો લાભ ડીવીઝન દ્વારા આપવામાં આવતો હોય છે. શ્રાવણ માસ શરુ થવાનો હોય, વાર તહેવારે એસ.ટી. ડીવીઝન દ્વારા કોઇપણ ધાર્મીક અને પ્રવાસન સ્થળોએ બસો દોડાવામાં આવે છે. જડેશ્ર્વર, રફાળેશ્ર્વર અને તરણેતરના મેળા માટે ૨૮૦ જેટલી બસો દોડાવામાં આવશે અને લાખો લોકો મુસાફરી કરશે. જેમાંથી અંદાજે ૪૫ લાખની વધુ આવક થાય તેવો રાજકોટ એસ.ટી. ડીવીઝનનો ટાર્ગેટ છે તેમ રાજકોટ એસ.ટી વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.