Abtak Media Google News

વાદ-વિવાદ વિના જ શાંતિપૂર્ણ પસાર થયું ‘ફાયનાન્સ બિલ’

વાહ રે વાહ… લોકસભાએ કોઈ પણ જાતની ચર્ચા કે વાદ-વિવાદ વિના જ રાજકિય પક્ષોને વિદેશથી મળતા ભંડોળની અનવિક્ષા નહીં કરવાનું બિલ પાસ કરી દીધું છે. બુધવારે લોકસભાએ પસાર કરેલા બિલ મુજબ ૧૯૭૬થી આવેલી વિદેશી આવકને નહીં ગણવાનો નિર્ણય જાહેર કર્યો છે. આરપીએ, ચૂંટણીના નિયમો મુજબ વિદેશી ભંડોળને સ્વીકારવાના નિયમો આકરા હતા ત્યારે ફાયનાન્સ બિલ ૨૦૧૮ મુજબ હવે, રાજકિય પક્ષોને વિદેશી ઉઘરાણી કરવી સરળ બની ગઈ છે.

Advertisement

જોકે એફસીઆરએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસે હાઈકોર્ટના નિયમોની અવગણના કરવી જોઈએ. આ નિર્ણયથી ૧૯૭૬માં બનેલા એફસીઆરએના નિયમોનું ઉલ્લંઘન થયું છે. ફાયનાન્સ એકટ ૨૦૧૬ થી ભાજપ સરકારે વિદેશી કંપનીઓને ૫૦ ટકાથી ઓછું કેપીટલ આપી તેની પરીભાષા બદલી હતી. જેની અમલવારી ૨૦૧૦ થી કરવામાં આવી હતી. બુધવારે લોકસભાએ ૨૦૧૮-૧૯ના વાર્ષિક બજેટને સ્વીકારતા આ ખરડો પસાર કર્યો છે. જેમાં રસપ્રદ વાત તો એ છે કે આ બિલ પસાર થતા કોઈપણ પ્રકારનો વાદ વિવાદ થયો નથી. બજેટને ત્રણ સપ્તાહ થઈ ચુકયા છે ત્યારે વર્ષ ૨૦૦૦ બાદ ત્રીજી વખત પાર્લામેન્ટમાં કોઈપણ પ્રકારની બદેસ વિના શાંતીની વેળાએ બજેટ પસાર થયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.