પાક હિંગળાજ જયોત દર્શનનો લાભ લેતા હજારો ઉપાસકો.

dharmik
dharmik

દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામનું હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ આયોજીત પાક હિંગળાજ જયોતનું સ્વાગત કળશધારી ૨૧ કુંવારીકા બાળાઓએ કર્યું હતું. સુશોભીત સ્ટેજમાં માતાજીની જયોતનું સ્થાપન કરાયું હતું. શમીયાણામાં ૨૦૦થી વધુ કાર્યકર્તાઓ દ્વારા પાણીના કાઉન્ટરની વ્યવસ્થા, ચાની સેવા, દર્શન, વ્યવસ્થા, રકતદાન કેમ્પની વ્યવસ્થા, પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

દર્શનના કાર્યક્રમમાં ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકયા બાદ મહાસંમેલન યોજાયું. જેમાં સમગ્ર હિન્દુ સમાજમાંથી લગભગ ૫૦ સમાજના અગ્રણીઓ, ઉપાસકો હાજર રહીને મા હિંગળાજના આવનારા દિવસો માટેની કાર્યક્રમની ‚પરેખા તૈયાર કરીને મા હિંગળાજનું ભવ્ય મંદિર વેરાડ ગામે ટુંક સમયમાંનિર્માણ પામે એવી ચર્ચા કરાઈ હતી.

ત્યારબાદ સાંજે ૫:૦૦ કલાકે શ્રી હિંગળાજ મંદિર ટ્રસ્ટ-વેરાડના પ્રમુખ પી.પી.ભાલોડીયા તેમજ ટ્રસ્ટના અગ્રણીઓ, રઘુવંશી સમાજના યુવા નેતા મેહુલભાઈ નથવાણીએ બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મુકયો અને રકતદાન એજ મહાદાનનું સૂત્ર વહેતુ મુકયુ. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ કેમ્પની મુલાકાત લીધી અને બ્લડ ડોનેશન કર્યું. આ ડોનેશન કેમ્પ રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રહ્યો અને મોટી સંખ્યામાં બહેનો અને માતાઓએ પણ રકતદાન કર્યું. રકતદાન કરનાર દરેક દાતાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત કરવા માટે સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંક દ્વારા એક ગીફટ પણ આપવામાં આવેલ હતી.

ત્યારબાદ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ૫૦થી પણ વધુ સમાજના ભાવિક ઉપાસકોએ લાભ લીધો. જેમાં આરતીના મુખ્ય લાભાર્થીઓ લોકડાયરાના કલાકારો રઘુવીરભાઈ કુંચાલા, ભરતદાન ગઢવી, કનુભાઈ ગઢવી હતા તેમજ ડે.મેયર દર્શિતાબેન શાહ, ભાજપના મહામંત્રી દેવાંગ માંકડ, વિશ્ર્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શાંતુભાઈ ‚પારેલીયા, હસુભાઈ ચંદારાણા, ગુજરાત બજરંગ દળના સહયોજક હરેશભાઈ ચૌહાણ, બજરંગ દળ રાષ્ટ્રીય અ્ધ્યક્ષ મનોજસિંહ, ચમનલાલ સિંઘવ, કૃણાલભાઈ વ્યાસ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના પ્રદેશ પ્રમુખ રવિસિંહ ઝાલા તેમજ રઘુવંશી સમાજના અને રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટક, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી, મયંકભાઈ પાઉં, વિપુલભાઈ મણીયાર, કિરીટભાઈ ગંગદેવ, રાજેશભાઈ પોબા‚ તેમજ તેની યુવા ટીમ, મહિલાઓમાં શિલ્પાબેન પુજારા, ચાર્મીબેન પોબા‚ વગેરે મહિલાઓ હાજર રહીને મહાઆરતીનો લાભ લીધો.

ત્યારબાદ રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિખ્યાત કલાકાર રઘુવીરભાઈ કુંચાલા, ભરતદાન ગઢવી, કનુભાઈ ગઢવી અને તેના સાજીંદાઓએ નિ:શુલ્ક સેવા પુરી પાડીને માં હિંગળાજના મહિમા સાથે લોકસાહિત્ય અને ભજનની રમઝટ બોલાવી મોટી સંખ્યામાં હાજર ભાવિકજનોને મોજ કરાવી હતી. આ તકે રવિભાઈ ટંડન તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ગજુભા રાઠોડ પરિવાર સાથે તેમજ ભરવાડ સમાજના અગ્રણી રાજુભાઈ જુંજા હાજર રહ્યા હતા.