Abtak Media Google News

વાર્ષિક મહોત્સવ-ટેકનીકલ ઈવેન્ટમાં ભાગ લેતા અનેક વિદ્યાર્થીઓ : જીટીયુના કુલપતિના હસ્તે મેગેઝીન ‘ઉર્જા-૧૭’ નું અનાવરણ : વિજેતાઓને ઈનામ વિતરણ.

લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા ૫માં વાર્ષિક મહોત્સવ અને ટેકનીકલ ઈવેન્ટ ગુરુત્વાકર્ષણ-૧૭નો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જીટીયુના કુલપતિ ડો.નવીનભાઈ શેઠ, કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોશી અને ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટય દ્વારા વાર્ષિક મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નવીનભાઈ શેઠના હસ્તે કોલેજના વાર્ષિક મેગેઝીન ‘ઉર્જા-૧૭’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. કોલેજના કેમ્પસ ડાયરેકટર ડો. એમ.ડી. જોશીએ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ હાલમાં ૨૭ જેટલી સંસ્થાનું સંચાલન કરે છે. જેમાં બાલમંદિરથી લઈને માંડીને હાયર એજયુકેશનલ સંસ્થાઓનો સમાવેશ થાય છે. માત્ર શિક્ષણ આપવાના હેતુથી કામ કરનાર આ સંસ્થાઓ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાથે સંકળાયેલી છે. સંસ્થાના પ્રિન્સીપાલ ડો.રામાણી દ્વારા કોલેજનો વાર્ષિક રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ કોલેજ દ્વારા ત્રણ પ્રકારની પ્રવૃતિઓ જેમાં શૈક્ષણિક, કલ્ચરલ અને સામાજીક પ્રવૃતિઓની વિગતવાર માહિતી આપી હતી. જીટીયુના કુલપતિ એવા ડો.નવીનભાઈ શેઠ દ્વારા કોલેજમાં ચાલતી સામાજીક પ્રવૃતિઓ જેવી કે પ્લાસ્ટિક ફ્રી રાજકોટ, મોર ફન વિથ ઓરફન, ડ્રગ્સ ફ્રી રાજકોટ… વગેરેને બિરદાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે ખાલી ચોપડીયા જ્ઞાનથી સારી નોકરીમાં પસંદગી થતી નથી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મુકી તેમને ટેકનીકલ વિદ્યાર્થીઓને પોતાની ક્રિએટીવીટી વિશ્ર્વાસ રાખી જયાં સુધી મંજિલ ના મળે ત્યાં સુધી લાગી રહેવાનું કહ્યું હતું. કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોશીએ સખત પરિશ્રમનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને નીડર બનવાની શીખ આપી હતી. ત્યારબાદ શૈક્ષણિક, ખેલકૂદ તેમજ ઈતર પ્રવૃતિઓમાં વિજેતા રહેનાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ થયું હતું. ડો.નવીનભાઈના હસ્તે ટેકનીકલ ઈવેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી. ટેકનીકલ ઈવેન્ટ જેવી કે રોબો રેસ, એન્જીનેરિયા ૩ડી મોડેલર, ફલેશ મોલ, ગૂગલ ફાઈન્ડર, ટ્રેઝર હન્ટ તેમજ નોન ટેકનીકલ ઈવેન્ટ જેવી કે ગલી ક્રિકેટ, હેન્ડીક્રાફટ, પીન્ગ્બોલ, કાઉન્ટર સ્ટ્રાઈક, લોગો કવીઝ, બચપનો મેનીયા જેવી રાખવામાં આવી છે. સાંજના સમયે કલ્ચરલ રીધેમેનીયા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા સર્વે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પ્રિન્સીપાલને અભિનંદન આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અંગે પ્રિન્સીપાલ ડો.ભરત રામાણીએ જણાવ્યું હતું કે, માર્ચ અમારી કોલેજનું પાંચમું એનયુઅલ ડે એસ વેલ એસ ગુ‚ત્વાકર્ષણ-૧૭ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. ગુરુત્વાકર્ષણ-૧૭ ટેકનેકલ ઈવેન્ટ છે. જેમાં લગભગ ૧૭થી વધારે અલગ અલગ ટેકનીકલ ઈવેન્ટ રાખેલી છે. લગભગ ૩૦ થી વધારે એન્જીનીયરીંગ કોલેજના સ્ટુડન્ટ પાર્ટીશીપેટ થયા છે અને અલગ અલગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બધા છોકરાઓને સારામાં સારુ ટેકનીકલ નોલેજ મળે તેવા ઈન્ટેન્સથી આવી ઈવેન્ટનું આયોજન થતુ હોય છે. સાથે સાથે ૫મુ એનયુઅલ ફંકશન પણ છે. જેમાં જીટીયુના કુલપતિ નવીનચંદ્ર શેઠ પધાર્યા હતા અને કોલેજને પાવન કરી છે. તો એનયુઅલ ડે અને ગુરુત્વાકર્ષણની ભવ્ય ઉજવણી થઈ છે.

આમ તો જોઈએ તો આ સેન્ટ્રલ ગર્વમેન્ટનું ઈનીસેટીવ છે એ અંતર્ગત એક અભિયાન કે પ્લાસ્ટીક ફ્રી રાજકોટ આપણું રાજકોટ જે સુંદર સીટી છે એને પ્લાસ્ટીક ફ્રી બનાવા અમારી સંસ્થાથી બનતી પેપર બેગ બનાવી અને સીટીમાં ડીસ્ટ્રીબ્યુટ કરી અમારા ડીપ્લોમાંના બાળકો અમારા જે માસી બહેનો કે જે હેલ્પ કરે છે. સંસ્થાને કે જે પસ્તી આવેલી હોય તેમાંથી પેપર બેગ બનાવીએ છીએ. અમારી સંસ્થાનો પુરો સહયોગ રહેશે. રાજકોટને પ્લાસ્ટિક ફ્રી બનાવો.

વિદ્યાર્થી ધવલ સોલંકીએ કહ્યું હતું કે, ગુ‚ત્વાકર્ષણ-૧૭ માં ફલેસ મોબ ટેકનીકલ ગેમમાં કયુ કાર્ડ તેમાં કવેસચન એમ.એ.કયુ તેમજ જુદા જુદા ટાસ્ટ કરવાના હોય છે. તેમાં સી પ્લસ લેગ્વેન્સ, એમસીકયુ ટાસ્ટ આપવામાં આવશે. આનાથી ઈન્જોયમેન્ટ મળશે. સ્ટુડન્ટ જાણવા મળશે અને આગળ કઈ રીતે તેમને આગળ વધવુ અને વધુમાં વધુ સારી રીતે તેઓ પર્ફોમન્સ કરી શકે તેવો હેતુ છે.

મિકેનીકલ ડીપાર્ટમેન્ટ વિદ્યાર્થી નિખિલ હિંગળાજાએ જણાવ્યું હતું કે, અમે રોબો રેસ ટેકનીકલ ગેમનું આયોજન કર્યું છે. કોલેજ તરફથી અમને પુરો સપોર્ટ મળે છે અને આ રોબો રેસમાં રાજકોટની મોટાભાગની કોલેજોએ પાર્ટીશીપેટ કર્યું છે. બધા લોકો ખૂબ જ એન્જોય કરી રહયા છે. રોબોરેસમાં બધી બ્રાંચના સ્ટુડન્ટ હોય તેને ટેકનીકલ આગળ લાવવા માટેનો આ પ્રયાસ છે. જેમાં સ્ટુડન્ટ પોતાની રીતે રોબો બનાવે અને સ્ટુડન્ટ પોતે વિચારતો થશે.

કો-ઓર્ડીનેટના વિદ્યાર્થી ચિરાગ ગોજરીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે અમે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અમે ગુગલ ફાઈન્ડર નામની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે કોલેજ અને મેનેજમેન્ટનો સપોર્ટ અમને મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.