Abtak Media Google News

ડાન્સ દિવાને રિયાલીટી શોમાં ટોપ ફાઇવમાં પહોચેલી માનસી ધ્રુવ અબતકની ખાસ મુલાકાતે

કલર્સ ચેનલ ઉપર દર શનિ-રવિ રાત્રે ૯ વાગ્યે રિયાલીટી શો ડાન્સ દિવાને પ્રસારિત થાય છે. જેમાં માધુરી દિક્ષીત, કારિયોગ્રાફર તુષાર કાલીયા અને ડાયરેકટર શશાંક ખેતાન જજ છે આ શોના ટોપ ફાઇવમાં પહોચેલ માનસી ધ્રુવ કે જે રાજકોટનાં વતની છે તે રાજકોટનાં ગૌરવ સમાન છે. માનસીએ આ તકે અબતક મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

8 3

અબતક સાથેની વાતચીતમાં માનસીએ જણાવ્યું છે હાલ જે જગ્યાએ તેઓ છે તેના માટે કારણભૂત તેમના મમ્મી પપ્પા અને તેમનાં કોરિયોગ્રાફર  જયદીપ છે. ખાસ કરીને તેમને ડાન્સ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. માનસીએ નાની ઉમરથી જ ડાન્સ કલાસીસ જોઇન કર્યા હતા. હાલમાં તેઓ કથ્થક કરે છે. છેલ્લા છ વર્ષથી તેઓ કથ્થક પલ્લબેન વ્યાસ પાસેથી શીખી રહ્યા છે. અને છેલ્લા બે વર્ષથી વેસ્ટન કરી રહ્યા છે.

ઉપરાંત તેમના પરફોમન્સ વિશે જણાવ્યું છે કે શરુઆતમાં ફોલ્ક જન્મ કરતાં હતા. ત્યારબાદ, કથ્થક, કલાસીકલ, સેમી કલાસીકલ વેસ્ટન જેવા ડાન્સ સ્ટાર્ટ કર્યા માનસી હાલ ધો. ૯ માં અભ્યાસ કરે છે. અને સ્ટડીંમાં પણ તેઓ ડાન્સ જેટલી મહેનત કરે છે. સાથો સાથ તેઓ હાલમાં ડાન્સ દિવાનેમાં ટોપ ફાઇવમાં છે. તેના વિશે જણાવ્યું કે માધુરી દિક્ષીત એમના આઇડલ છે તો તેમની સામે પરફોમેન્સ કર્યુ તે તેમના માટે ગર્વ સમાન બાબત છે.

ખાસ તો ભવિષ્ય વિશે વાત કરતા માનસીએ જણાવ્યું કે ફયુચરમાં તેમણે માધુરી દિક્ષિતની જેમ એક સારા ડાન્સ બનવાની ઇચ્છા વ્યકત કરી.

જે.એન.ડી. ડાન્સ એન્ડ મ્યુઝીક કંપનીમાં કરણ શુકલ કે જે માનસીના કોરિયોગ્રાફર છે તેમણે જણાવ્યું કે માનસી છેલ્લા ૩ વર્ષથી જે.એન.ડી. ડાન્સ એન્ડ મ્યુઝિક કંપનીમાં છે. વેસ્ટર્ન શીખે છે. ઉપરાંત છેલ્લા છ વર્ષથી માનસી કથ્થક પણ શીખે છે.

કથ્થકમાં વેસ્ટર્ન નાખી કંઇક નવું કથ્થકમાં વેસ્ટર્ન નાખી કંઇક નવું માનસીને જે.એન.ડી. ડાન્સ  એન્ડ મ્યુઝિકમાંથી શીખ્યું છે. છેલ્લા બે વર્ષમાં માનસીએ ચાર શો કરેલ છે. સોની ટીવીમાં આવતો સુપર ડાન્સર ચેપ્ટર વનથી સ્ટાર્ટ કર્યું હતું. તેમાં તે ટોપ ફીફટીમાં હતી જયારે સુપર ડાન્સર ચેપ્ટર ટુમાં ટોપ થર્ટીમાં હતી તથા ડી.આઇ.ડી. લીટલ માસ્ટરમાં પરર્ફોમેન્સ કર્યુ અને ફોર્થ અને ડાન્સ દિવાનેમાં છે. અને ટોપ ફાઇવમાં છે. માનસી હાર્ડવર્કર છે તો તેને પુરતા પરિણામ મળશે જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.