Abtak Media Google News

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અછત મુદ્દે પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી. જેમાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, ગુજરાતમાં સિઝનનાં પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતોનાં પાકને ઓછા વરસાદનાં કારણે નુકશાન થયું છે. પાક ઉગ્યા બાદ પાકનાં ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે.51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયાં છે. 250 MMથી ઓછો વરસાદ થયો હોય તેવાં તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે.

પશુપાલકોને મદદ કરવા માટે સરકારે અગાઉથી આયોજન કર્યુ હતું. જેથી આ મામલે રાજ્ય સરકાર ઘાસની ખરીદી કરશે. સરકારે 4 કરોડ કીલો ઘાસ ખરીદવાનો નિર્ણય કર્યો છે.અછતગ્રસ્ત વિસ્તારમાં 1 ડિસેમ્બરથી સહાય અપાશે.પાક સુકાઈ ગયા હોય તેવાં ખેડૂતોને પ્રતિ હેકટર રૂ.6800ની મદદ કરાશે.અછતગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા બનાવાશે કે જ્યાં 2 માસ મદદ કરાશે. મોટા પશુદીઠ ૭૦ રૂપિયા લેખે મદદ કરવામાં આવશે. નાના પશુદીઠ ૩૫ રૂપિયા મદદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.