Abtak Media Google News

નપાણિયા મલકને સૌની યોજના દ્વારા પહોંચતું કર્યું પાણી: ધૂળિયા રસ્તાઓના સ્થાને બન્યાં અદ્યતન માર્ગો: બસ સ્ટેન્ડ બન્યાં એરપોર્ટ જેવાં બેનમૂન

ખેડૂતોને શૂન્ય ટકાથી ધીરાણ દરેક જિલ્લે મેડિકલ કોલેજ નાનાં સેન્ટરોમાં પણ ઉચ્ચ શિક્ષણની સુવિધા

ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતની જનતા માટે ૫૫૦ જેટલા હિતકારક નિર્ણયો લઈને ખરાઅર્થમાં પ્રજાને વિકાસના ફળ ચખાડયા છે. છેલ્લા ૨૨ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં વિકાસ માટે પ્રયત્નશીલ રહી છે. એમાય છેલ્લા ૧૫ વર્ષ તો વિકાસની ગાડી બરોબર દોડવા લાગી છે અને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેચની જેમ ચારેય દિશામાં વિકાસના ચોગ્ગા-છગ્ગા મારીને ગુજરાતીઓને વિજય બનાવ્યા છે !

ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં પાણીની અછત એ કાયમની સમસ્યા બની રહી હતી. એમાય સૌરાષ્ટ્ર અને કચ્છ તો નપાણીયા મલક તરીકે જાણીતા બન્યા છે. તળમાં ઓછુ પાણી, ભૌગોલિક રચના અને ઓછા વરસાદને કારણે ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ કાયમ માટે પાણીના પોકાર પાડતો રહ્યો પરંતુ ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા એ પછી એમણે લીધેલા કેટલાક કદમો પાણીની સમસ્યા હલ કરનારા સાબિત થયા.

ગુજરાતના નપાણીયા મલક માટે ગુજરાત સરકારે ‘સૌની યોજના’ અમલમાં મુકીને ગુજરાતની પ્રજાના હોઠ સુધી પાણીના પ્યાલા પહોંચતા કર્યા એમ કહેવામાં કશું ખોટુ નથી. ચોમાસાના દિવસોને બાદ કરતા મોટેભાગે ખાલી રહેતા અથવા તો દિવાળી આવે ત્યાં જ ડૂકી જતા સૌરાષ્ટ્રના કેટલાય ડેમોને નર્મદાના નીરથી છલોછલ કરી મુકવાની આ યોજનાની શ‚આત થઈ ગઈ છે. જેના ભાગ‚પે રાજકોટના આજીડેમ સહિત કેટલાક ડેમોમાં નર્મદા નીર આવી ગયા છે અને હજુ આગામી દિવસોમાં આ યોજના જયારે સંપૂર્ણપણે સાકાર થઈ જશે ત્યારે સૌરાષ્ટ્રના બધા જ ડેમ નર્મદા નીરથી છલકાય જશે. ટૂંકમાં પાણીની તંગી સૌરાષ્ટ્ર માટે ભૂતકાળ બની જાય એ દિવસો હવે દૂર નથી. કામ કરતી અને દિર્ઘ દ્રષ્ટિવાળી કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર લોકોને કયારેય તરસે ટળવળવા નહીં દે એ નકકી છે.

એક સમય એવો હતો કે ૧૦ કિલોમીટરનું અંતર કાપતા પોણોથી માંડી એક કલાક થતી કારણકે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાનું ઠેકાણુ નહોતું. ગામડામાં તો ધુળીયા માર્ગ સિવાય કાંઈ નહીં. ડામર રોડ, ડબલ ટ્રેક કે ફોર ટ્રેક તો ભાજપ સરકારની જ દેન ગણાય. અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં એવા રસ્તા છે કે ગણતરીની મિનિટોમાં અસંખ્ય કિલોમીટરનો પ્રવાસ કરી શકાય. ગુજરાતની જનતા ધીમે-ધીમે સુખી અને સમૃદ્ધ થઈ રહી છે ત્યારે કિંમતી ગાડીઓ દોડાવવા એને અનુ‚પ રસ્તા જોઈએ એ ખ્યાલ રાખીને સરકાર માર્ગોનું નિર્માણ કરી રહી છે. આવતા દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન એકદમ સરળ બની રહેશે.

એસ.ટી.બસ સ્ટેન્ડ એટલે ગંદકીથી ખદબદતા, ઢોર-કૂતરા આટા મારતા હોય એવા સ્થાનો ! એ પરિસ્થિતિ ગુજરાત સરકારે હવે પલટાવી નાખી છે. ગુજરાતમાં વડોદરા સહિત કેટલાક શહેરોમાં એરપોર્ટ જેવા બસ સ્ટેન્ડ બન્યા છે. રાજકોટમાં હાલ આવા આધુનિક બસ સ્ટેન્ડનું કામ નિમાર્ણાધીન છે તો આવતા દિવસોમાં ઠેર-ઠેર જૂના બસ સ્ટેન્ડના સ્થાને એરપોર્ટ જેવા બસ સ્ટેન્ડ બની જશે. વિજયભાઈ ‚પાણીની સરકાર આ બાબતે ઘણી જ ગંભીર છે.

લોકોનું આરોગ્ય જળવાય એ માટે પણ સરકાર ચિંતિત બની છે. ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાને મેડિકલ કોલેજ મળે એવો પ્રસ્તાવ થયો છે. જેની અમલવારી શ‚ થઈ ગઈ છે. અગાઉ તો મેડિકલનો અભ્યાસ કરવો હોય તો ગણતરીના સ્થાને તે સુવિધા ઉપલબ્ધ નથી. આજે નાનામાં નાના જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજો ઉપલબ્ધ બનતી જાય છે. આવતા પાંચ વર્ષ આ દિશામાં ખૂબ કામગીરી થનાર છે અને ભાગ્યેજ કોઈ જિલ્લો મેડિકલ કોલેજ વગરનો રહેશે.

શિક્ષણ ક્ષેત્રે પણ ભાજપ સરકાર નવા-નવા આયામો દાખલ કરતી જાય છે. એક સમય એવો હતો કે યુવાન-યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોતાનું વતન છોડીને દૂર-દૂર જવુ પડતું હવે નાનામાં નાના શહેરોમાં પણ ઉચ્ચ શિક્ષણની કોલેજો ઉપલબ્ધ બની છે. ગામડાઓમાં પણ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શ‚ થઈ ગયા છે.

એક જમાનો એવો હતો કે ખેડૂતોએ ધીરાણ લેવું હોય તો ૧૮ ટકા વ્યાજ ચૂકવવુ પડતું. વર્તમાન ગુજરાત સરકારે એ દિશામાં કદમ માંડયા છે કે ગુજરાતનો ખેડૂત નાણાના વાંકે ખેતીનો વ્યવસાય છોડે નહીં અથવા તો તેની કમાણી ઓછી રહે. સરકારે ખેડૂતો માટે ૦ ટકા વ્યાજના ધીરાણની યોજના બનાવી છે. તગડુ વ્યાજ દઈને ખેડુત પાયમાલ બની જાય એ દિવસો હવે જતા રહ્યા છે. ખેડૂત લીધેલું ધિરાણ એક પૈસો વ્યાજ ચુકવ્યા વગર વાપરી શકે છે અને પોતાની સમૃદ્ધિ વધારી શકે છે આ પણ વિકાસની દિશાનું મહત્વનું કદમ છે. સરકાર સમજે છે કે ખેડૂત અને ખેતીનો વિકાસ થશે તો રાજય અને દેશનો વિકાસ થશે.

આમ સૌરાષ્ટ્ર ગુજરાતની જનતા માટે ગુજરાતની ભાજપ સરકારે મહત્વના નિર્ણયો ધડાધડ લીધા છે અને તેની અમલવારી પણ થઈ ગઈ છે જેથી આજે ગુજરાતના ગામડે-ગામડે વિકાસની લહેર પહોંચી ગઈ છે. દરેક ગુજરાતી ગર્વથી કહી શકે છે કે હું ગુજરાતી છું, હું વિકાસ છું… !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.