Abtak Media Google News

 

અબતક,

સંજય દિક્ષીત, ઇડર

જીલ્લા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સમગ્ર જીલ્લામાં વર્ષ દરમિયાન જીલ્લાના તમામ વિસ્તારોમાં સતત ચાંપતી નજર રાખીને આકસ્મિક રેડ પાડી ખનીજ ચોરી પકડી પાડવાના અનેક કિસ્સા બન્યા છે ત્યારે છેલ્લા બે દિવસમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા ઈડર અને હિંમતનગર વિસ્તારના ખનીજચોરો પર તવાઈ બોલાવવામાં આવી હતી તા.10/01/2022ના ઈડર તાલુકાના લેઈ ખાતે એક જે.સી.બી મશીન નં. જીજે-08- એઈ-7515 તથા એક ટ્રેક્ટર નં.જીજે-02-ડિજે-7185 દ્વારા સાદી માટી ખનિજનું બિનઅધિકૃત રીતે ખનન કરવા બદલ જપ્ત કરી ઈડર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં આપવામાં આવેલ છે તેમજ ઈડર તાલુકાના ગંભીરપુરા પાસે ડમ્પર નં. જીજે- 09-એયુ-9228 રોયલ્ટી પાસ વિના 40 મે.ટન સાદી રેતી ખનીજનું તેમજ ઈડર ખાતે ડમ્પર નં. જીજે-18-બીટી- 4001 રોયલ્ટી પાસ કરતાં વધુ 09 મે.ટન સાદી રેતી ખનીજનું બંને વાહનોમાં સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરવા બદલ જપ્ત કરીને ઈડર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડી સોંપવામાં આવેલ છે તેમજ હિંમતનગર ખાતેથી ડમ્પર નં. જીજે-08-એયુ-8616 રોયલ્ટી પાસ કરતા 16 મે.ટન વધુ બિલ્ડીંગ સ્ટોન ખનીજનુ વહન કરવા બદલ જપ્ત કરીને ગ્રામ્ય પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે તો વળી આજરોજ તા. 11/01/2022 ના રોજ હિંમતનગર તાલુકાના પાણપુર ખાતેથી બિનઅધિકૃત ખનન કરતું જે.સી.બી મશીન પણ જપ્ત કરીને ગ્રામ્ય પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે આમ છેલ્લા બે દિવસમાં ઈડર અને હિંમતનગર વિસ્તારમાં ખનીજચોરો પર અચાનક છાપો મારીને રૂ.10 લાખ જેટલા માતબર દંડની વસૂલાતની કાર્યવાહી શરૂ કરેલ છે જ્યારે રૂ. 1.50 કરોડની મશીનરી વાહનો સહિત મુદ્દામાલ જપ્ત કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઈડર તાલુકાના ફલાસણ ખાતે સાબરમતી નદી પટમાંથી એક હિટાચી મશીન પણ સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે ખનન કરવા બદલ જપ્ત કરવામાં આવ્યું હતું આમ ભૂસ્તરશાસ્ત્રી સાબરકાંઠા દ્વારા જિલ્લાના હિંમતનગર,ઈડર,ખેડબ્રહ્મા, વડાલી,પ્રાંતિજ,તલોદ તાલુકામાં જુદા જુદા વિસ્તારોમાં ચાંપતી નજર રાખી આકસ્મિક ચેકિંગ કરવામાં આવેલ છે આમ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશી અને તેમની ટીમ દ્વારા કડક કાર્યવાહીના પરિણામે ચાલુ નાણાકીય વર્ષમાં જ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ખનીજ ચોરીના 304 કેસો પકડીને રૂ.380 લાખ દંડની વસૂલાત કરવામાં આવેલ છે જેના પરિણામે રોયલ્ટીની મહેસૂલી આવક પણ રૂ.3238.95 લાખ થવા પામેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જીલ્લામાં ખાણ અને ખનિજની માત્ર એક જ કચેરી હોવા છતાં ખનિજોના બ્લોક બનાવવા અનેક વિવિધ કામગીરીના ભારણ વચ્ચે પણ કચેરીના સ્ટાફ દ્વારા રાતદિવસ મહેનત કરીને ખનીજ ચોરી અટકાવવા થઈ રહેલા પ્રયાસોની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.