Abtak Media Google News

વકીલ પરિવારને સુતો રાખી  ૪ મોબાઇલ અને રોકડ મળી રૂ.૩૮ હજારનો મુદ્દામાલ લઇ તસ્કરો છૂ

શહેરમાં પોલીસના સઘન પેટ્રોલીંગ વચ્ચે પણ તસ્કરો બેફામ બન્યા હોય તેમ મોચીનગરમાં વકીલના ઘરને નિશાન બનાવી તસ્કરોએ વકીલ પરિવારને સુતો રાખી ચાર મોબાઇલ અને રોકડ મળી રૂ ૩૮૩૮૦ નો મુદ્દામાલ લઇ તસ્કરો પલાપન થયા હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોચીનગરમાં રહેતા અને વકીલાત કરતા ધર્મેશભાઇ હર્ષદભાઇ જાનીનો પરિવાર પોતાના ઘરે રાત્રીના નિદ્રાધીન હતો ત્યારે તસ્કરોએ વકીલના ઘરને નિશાન બનાવી વકીલ પરિવારને સુતો રાખી ચાર મોબાઇલ અને રૂ ૧૫ હજાર રોકડા મળી કુલ રૂ ૩૮૩૮૦ ની મતાની ચોરી થઇ હોવાની ધર્મેશભાઇ જાનીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પીએસઆઇ આર.એસ.પટેલ સહીતના સ્ટાફે ગુનો નોંધી તપાસ આદરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.