Abtak Media Google News

તાતા સન્સના ચેરમેન તરીકે ફરી બહાલ કરવાના આદેશ બાદ હવે ગડમલ સર્જાઈ

તાતા સન્સના ચેરમેન પદેી સાયરસ મિથીને હટાવવાના પગલાને નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ (એનસીએલએટી) દ્વારા ગેરકાયદે ગણાવાઈ હતી. જેના પગલે તાતા જુને એક મોટો ઝટકો મળ્યો છે. જો કે, હવે વ્યવસપકો આ મામલે વડી અદાલતના દ્વારે જવા માગતા હોવાની વાત જાણવા મળી રહી છે.n

Advertisement

એનસીએલએટી દ્વારા સાયરસ મિથીને હટાવવાના પગલે અનઅધિકૃત ઠેરવવામાં આવ્યું હતું. ઉપરાંત એક્ઝિક્યુટીવ ચેરમેન પદે એન.ચંદ્રશેખરનની નિમણૂંકને પણ ટ્રીબ્યુનલ દ્વારા ગેરકાયદે ઠેરવાઈ હતી. આ ચુકાદા બાદ ટ્રીબ્યુનલે તાતા જુને સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો હતો. આ સમયગાળામાં તાતાના વ્યવસપકો મામલો કોર્ટમાં લઈ જશે અવા સાયરસને પુન: કાર્યરત કરવાનો આદેશ માનવો પડશે તેવું જાણવા મળી રહ્યું છે.

સાયરસ મિથી તાતા સન્સના છઠ્ઠા પ્રમુખ હતા. તેમને આ પદ પરી ઓકટોબર ૨૦૧૬ માં હટાવી દેવાયા હતા. રતન તાતા બાદ મિથીએ ૨૦૧૨ના વર્ષમાં અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જો કે ત્યારબાદ મત મતાંતરના કારણે કેટલાક વિવાદ યા હતા અને તાતા જુથ દ્વારા સાયરસને હટાવાયા હતા. તેમના સને એન.ચંદ્રશેખરનને લવાયા હતા.

હવે તાતા-મિથી વિવાદમાં સાયરસ મિથીને મોટી જીત મળી છે. મિથી પરિવાર તાતા સન્સમાં ૧૮.૪ ટકા હિસ્સો ધરાવે છે. સાયરસને અચાનક તેમના પદેી હટાવવામાં આવતા તેમણે લો ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી. મિથી પરિવારની બે કંપનીઓ સાયરસ ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લી. અને સ્ટર્લીંગ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા કરાયેલી અરજીમાં રતન તાતા, તાતા સન્સ સહિતના ૨૦ની સામે મિસ મેનેજમેન્ટનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવાયું હતું કે, મિથીને હટાવવાનો નિર્ણય કંપની એકટના નિયમ મુજબ નહોતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.