Abtak Media Google News

રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો ૨ ડિગ્રી સુધી ઉંચકાયો: નલીયા ૬.૮ ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર

પવનની દિશા બદલાતા છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજયમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નલીયામાં ૬.૮ ડિગ્રી નોંધાયું છે અને ઠંડીનું પ્રમાણ વધી જતા લોકોમાં મોર્નિંગ વોક, જોગીગ અને કસરત મારફતે ઠંડી ઉડાડવા અને તંદુરસ્તી જાળવવાનો ટ્રેન્ડ વઘ્યો છે. રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો ગઈકાલ કરતા આજે ૨ ડિગ્રી ઉંચકાયો છે અને રાજકોટનું લઘુતમ તાપમાન આજે ૧૨.૨ ડિગ્રી નોંધાયું છે. લોકો પોતાની સોસાયટી અને લેટનાં ગાર્ડનમાં વહેલી સવારથી ગરમ કપડા પહેરીને યોગ અને કસરત કરતા જોવા મળી રહ્યા છે.

Advertisement

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર જો આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે જોકે આજથી કડકડતી ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અને લોકોને ઘણા ખરા પ્રમાણમાં રાહત થઈ છે. ઉતર ભારતનાં કાતિલ ઠંડી અને ધુમ્મસનાં કારણે માઠી અસર થઈ છે બીજી બાજુ હવે પાટનગર દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં ઠંડીએ નવા રેકોર્ડ સર્જી દીધા છે. દિલ્હીમાં ૨૨ વર્ષમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. ગુજરાતભરમાં ઉતર ભારતમાં પડી રહેલી ઠંડીનાં કારણે ઠંડીનું પ્રમાણ વઘ્યું છે. રાજકોટનું આજે લઘુતમ તાપમાન ૧૨.૨ ડિગ્રી નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૨૮.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને ૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. નલીયાનું લઘુતમ તાપમાન ૬.૮ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા નોંધાયું હતું.

7537D2F3 14

છેલ્લા કેટલાક દિવસોથી લોકો ઠંડીમાં ધ્રુજી રહ્યા છે ત્યારે આજે ઠંડીમાં લોકોને આંશિક રાહત મળી છે. ૨૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન લઘુતમ તાપમાન નોર્મલ સુધી પહોંચી જશે. તા.૨૪ ડિસેમ્બરથી ફરીથી લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે એટલે કે નાતાલ પર્વ ઉપર ઠંડીનાં ફરી ચમકારા અનુભવાશે અને પવન મુખ્યત્વે ઉતર પૂર્વનાં ફુંકાશે ત્યારથી ઠંડીનું જોર પણ વધશે.

રાજયભરનાં શહેરોમાં લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું આજનું લઘુતમ તાપમાન ૧૪.૨ ડિગ્રી, ડિસાનું ૧૧.૮ ડિગ્રી, વડોદરાનું ૧૫.૪ ડિગ્રી, સુરતનું ૧૭.૨ ડિગ્રી, રાજકોટનું ૧૨.૨ ડિગ્રી, ભાવનગરનું ૧૫.૬ ડિગ્રી, પોરબંદરનું ૧૪.૪ ડિગ્રી, વેરાવળનું ૧૮.૫ ડિગ્રી, દ્વારકાનું ૧૬.૪ ડિગ્રી, ઓખાનું ૧૯.૮ ડિગ્રી, ભુજનું ૧૧.૨ ડિગ્રી, નલીયાનું ૬.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૩.૯ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૧.૧ ડિગ્રી, કંડલાનું ૧૦.૫ ડિગ્રી, અમરેલીનું ૧૨.૪ ડિગ્રી, ગાંધીનગરનું ૧૩.૨ ડિગ્રી, મહુવાનું ૧૬.૧ ડિગ્રી, દિવનું ૧૬ ડિગ્રી, વલસાડનું ૧૭.૬ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરનું ૧૪.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.