Abtak Media Google News

અગાઉ નેપાળથી નીચા ભાવે ગુણવતાવિહોણું ખાદ્યતેલ ભારતમાં દાખલ કરાઈ રહ્યાંના સમાચાર સામે આવ્યા હતા જે બાદ હવે ચા નો જથ્થો પણ ગેરકાયદેસર ભારતમાં દાખલ કરાઈ રહ્યો છે. ગેરકાયદેસર આવેલો આ જથ્થો દાર્જિલિંગ ચા ના નામે બજારમાં લોકોને ધાબડી દેવાતો હોય તેવું પણ સામે આવ્યું છે. સસ્તી મળતી ચા ની ગુણવત્તા નીચી હોવાથી ગુણવત્તાયુક્ત દાર્જિલિંગ ચા ની બદનામી થઈ રહી છે સાથોસાથ સસ્તા ભાવના કારણે દાર્જિલિંગની ગુણવત્તાયુક્ત અને પ્રમાણમાં મોંઘી ચાનું માર્કેટ તૂટી રહ્યું છે ભારત માટે ચિંતામાં વધારો કરી રહ્યું છે.

ગુણવત્તા અને આયાત શુલ્કમાં ‘ઝીરો’ ચા નીચા ભાવે ધાબડી દેવાની રાવ ઉઠી

સાઉથ એશિયન ફ્રી ટ્રેડના કરાર મુજબ દક્ષિણ એશિયાઈ દેશો એકબીજા વચ્ચે થતા વેપારમાં આયાત શુલ્ક વસુલ કરી શકતા નથી. દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતની સાથે નેપાળનો પણ સમાવેશ થાય છે. ત્યારે નેપાળ દ્વારા મોટી માત્રામાં ખાદ્યતેલની સાથોસાથ નીચી ગુણવત્તાવાળી ચાની ભૂકી ભારતમાં દાખલ કરાઈ રહી છે. જેના કારણે દાર્જિલિંગ ચા ના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પશ્ચિમ બંગાળમાં લોકડાઉન અમલી છે ત્યારે લોકડાઉન હળવું થતાની સાથે જ દાર્જિલિંગ ચાના વેપારીઓ પશ્ચિમ બંગાળ સરકારને નેપાળી ચામાં ગુણવતાના માપદંડ જળવાતા નહીં હોવાથી તેના વેચાણ પર આકરા નિયંત્રણ મુકવામાં આવે તેવી રજુઆત કરનાર છે. નોંધનીય બાબત છે કે, નેપાળી ચાની આયાત મોટાભાગે બંગાળ સરહદેથી જ કરવામાં આવે છે.

ચા અને ખાદ્યતેલની આ ગેરકાયદેસર આયાત મુદ્દે એક સવાલ ઉદ્દભવ્યો છે કે, નેપાળ આટલો મોટો જથ્થો ક્યાંથી લાવી રહ્યું છે? શું નેપાળમાં ચાની ખેતી આટલી મોટી માત્રામાં થાય છે કે પછી કોઈ અન્ય ખેલાડી પડદા પાછળ વાયા નેપાળ ગેરકાયદેસર ચા નોં જથ્થો ભારતમાં ઘુસાડી રહ્યું છે? નેપાળ પાસેથી ભારત આયાત શુલ્ક વસૂલી શકે નહીં ત્યારે અન્ય કોઈ ખેલાડી અને નેપાળ આ સંધીનો ગેરઉપયોગ કરી રહી છે કે કેમ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.