Abtak Media Google News

આવનારા દિવસોમાં કૌસ્તુભ ત્રિવેદી-ઘનશ્યામ નાયક-ટીકુ તલસાણીયા અને વંદના પાઠક જેવા નામાંકિત નાટક અને ફિલ્મ કલાકારો પોતાના અનુભવો દર્શકો સામે શેર કરશે 

ગત તા.12મીથી શરૂ થયેલ કોકોનટ  થિયેટર પ્રસ્તૃત  શ્રેણી-3 ‘ચાય-વાય અને રંગમંચ’ ગુજરાતી તખ્તાને સંગમાં વિવિધ કલાકારો રંગભૂમિની  વિવિધ વાતો દર્શકો સાથે શેર કરી રહ્યા છે. ત્ીયારે આ સોશિયલ મીડિયાના લાઈવ પ્રસારણનો લાભ દેશ અને વિદેશના કલાપ્રેમી લઈ રહ્યા છે.

આ શ્રેણી 28 મીસુધી ચાલનારી છે.કોકોનટ થિયેટર દ્વારા આ અગાઉ શ્રેણી 1-2ની ભવ્ય સફળતા બાદ આ સીઝન-3 શરૂ કરવામાં આવી હતી. ગત તા.12મીથક્ષ શરૂ થયેલ આ શ્રેણીનો સોશિયલ  મીડિયા ઉપર લાઈવ પ્રસારણને કારણે જબ્બર પ્રતિસાદ મળ્યો છે. અબતક ચેનલના ફેસબુક પેઈજ ઉપર પણ હજારો લોકો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે

ગુજરાતી રંગભૂમિના ઘણા નામાંકિત વ્યક્તિઓ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં મૂળ અમદાવાદના અને હવે મુંબઈ સ્થાયી થયેલા દિગ્દર્શક, અભિનેત્રી શ્રીમતી ગોપી દેસાઈ ગણેશ વંદના સાથે સેશનની શરૂઆત કરી. માય લર્નિંગ ફોર થીયેટર રંગભૂમિ પાસેથી હું શું શુખી ? એ વિષય પર એમના ફેન્સ અને પ્રેક્ષકો સાથે મનભરીને ચર્ચા કરી.

ગોપી બેને જણાવ્યું કે નાટક પાસેથી ઘણું શીખી. ઓડીયન્સની વાહ અને તાળીઓ પરથી જિંદગીમાં વા…હ બોલતા અને તાળીઓ પાડતા વખાણ કરતા શીખી. કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે તો એના કામની પ્રસંશા કરતા શીખી. કુદરતની દરેક વસ્તુને વા..હ કહેતા શીખી. બીજું નાટક લાઈનમાં વણઝારા જેવું જીવન હોય આજે અહી કાલે ત્યાં…એમાં જે છે એનાથી ચલાવતા શીખી. સ્વાદનો આસ્વાદ લેતા શીખવાડ્યું. નાટકના નવ રસને જોતા અને માણતા શીખવાડ્યું. બીજું ખાસ શીખ્યા ટ્રસ્ટ, ભરોસો,વિશ્વાસ. થિયેટર ચાલે છે માત્ર ટ્રસ્ટ અને વિશ્વાસ ઉપર. નિર્માતાએ શો ની તારીખ આપી એટલે એ દિવસે નાટકના દરેક લોકો એક જગ્યાએ ભેગા થશે જ એવો ભરોસો વિશ્વાસ નિર્માતા ને હોય જ એમ હું પણ દરેક પર વિશ્વાસ કરતા શીખી. રંગભૂમિની એક ખાસિયત છે કે ગમે તેટલા શો ગમે ત્યાં ભજવાયા હોય પણ નાટક શરુ થયા બાદ આખા નાટક દરમ્યાન એક વાર તો આંખો ભીંજાય.આ છે થીયેટરનો પરચો. ટૂંકમાં ખુબ જ શાનદાર અને યાદગાર સફર રહી છે રંગભૂમિની.

કોરના કાળ બાબતે ખાસ જણાવ્યું કે રંગભૂમિ ફરી ધમધમશે, સારો સમય નજીકમાં જ છે. સામાજિક,મ્યુઝીકલ, મોનો લોગ્સ કે સ્ટ્રીટ પ્લે નાટક શરુ થશે તો પ્રેક્ષકો જોવા પડાપડી કરશે.ગોપી દેસાઈજી નો એક આગવો પ્રેક્ષક અને ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયનમાં જોડાયો. અને તમે જો ગોપી બેન અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં પ્રવીણ સોલંકી કૌસ્તુભ ત્રિવેદી, મીનળ પટેલ, ઘનશ્યામ નાયક,ટીકુ તલસાણીયા, વંદના પાઠક  જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

દરેક લેખકને ખૂબ વાંચન કરવું જોઇએ : કાજલ ઓઝા વૈદ્ય

Images 3 1

ગુજરાતી તખ્તાનાં અને વિશ્વ આખામાં પોતાની કલમ દ્વારા જાણીતા થયેલા નાટકો,નવલકથા અને મોટીવેશનલ સ્પીકર શ્રીમતી કાજળ ઓઝા વૈદ્ય કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં એમનાં ફેસબુક ફેન્સ અને મિત્રો સમક્ષ રૂબરૂ થયા.પેજ થી સ્ટેજ સુધી આવા અનોખા વિષય પર કાજલ બેને ખુબ સરસ વાત કરી.

એમણે જણાવ્યું કે કોકોનટ થીયેટર સાથે એ ઘણા સમયથી સંકળાયેલા છે. એક લેખક કશુક લખે છે ત્યારે એ વાર્તાને થીયેટર સુધી પહોચતા ઘણા પડાવ માંથી પસાર થવું પડે છે. જે લોકોને લેખક બનવું છે એમને માટે કાજળ બેન ની સલાહ છે કે ખુબ બધું વાંચન કરવું. દરેક લેખકે ખુબ વાંચન કરવું જ જોઈએ. વાર્તા વિષે વાત કરતા જણાવ્યું કે પ્રથમ પાંચ મિનીટ માં જ લોકોને આકર્ષી શકે એવી વાર્તાની ગૂંથણી હોવી જોઈએ. પેજ ઉપર લખતા પહેલા સૌથી પહેલા પાત્રનાં ભૂતકાળ વિષે વિચારવું જોઈએ અને પાત્ર ની ભાષા,એની આદતો વિષે લેખકે જાણવું પડે. પાત્રનાં જીવનમાં આવનારા દરેક પાત્રો ને પણ જાણવા પડે.વાર્તા ને રંગમંચ સુધી મુકવા માટે એની અંધકાર, લાઈટ્સ,ડ્રેસ બદલવા વિશેની પણ માહિતી હોવી જોઈએ. વાર્તાનો સ્ક્રીન પ્લે યાદગાર હોવો જોઈએ. અને સાથે બે પાત્રો વચ્ચે નાં સંવાદો લોકોને ગમે એવા હોવા જોઈએ જે પ્રેક્ષકોને પસંદ પડે.

નાટકમાં વપરાતી દરેક પ્રોપર્ટીનો પણ અચૂક ઉપયોગ થવો જ જોઈએ. ઘણા લેખકો વાર્તા કહેતા ચોથી દિવાલ બ્રેક કરે છે પણ એ ફોર્થ વોલ બ્રેક કર્યા વિના વાત લોકો સુધી પહોચાડાય એવી માવજત લેખનમાં કરવી જોઈએ.

કોરોના કાળ બાદ પ્રેક્ષકો થિયેટર સુધી આવશે ? એના જવાબમાં કાજલબેન જણાવે છે કે લોકોને થિયેટર સુધી લાવતા કરવા માટે ઘણી મહેનત કરાવી પડશે. કોરોના કાળમાં દરેકને આર્થિક માર પડ્યો છે. કલાકાર કે તખ્તા પર કામ કરતા નાના માણસો પણ હવે બીજા કામમાં જોડાયા છે ત્યારે એમને મદદરૂપ થઇ શકીએ એવું આયોજન કરવું પડશે. સારા નાટકો,સારા વિષયો તખ્તા પર આવશે તો લોકો જરૂર પાચા નાટકો જોવા અને માણવા આવશે. આગામી એવા નાટકો બનવા જોઈએ કે જેમાં ઓડીયન્સ પણ પાત્ર બની જાય. ઉદાહરણ રૂપે તાજેતરમાં ભજવાયેલ માનવીની ભવાઈ અને કડક બાદશાહ એવા અનોખા નાટકોના પ્રયોગ કરવાનો સમય આવી ગયો છે.

ક્યારેક લેખક પેજ થી સ્ટેજ સુધી વાર્તા પહોચાડતા અનેકવાર ભટકી જાય છે તો એ બાબતે સતર્ક રહેવું જોઈએ. પાત્ર અને વાર્તા ને પુરતો ન્યાય મળવો જોઈએ.લેખકે આગળ વધવા સતત લખતા રહેવું જોઈએ કલમને કાટ લાગે એ લેખક ને ન પોસાય આ કાળમાં નાટકો લખી રાખ્યા હશે તો આગળ કામ આવશે. ખરાબ સમયમાં એક જ ઉપાય છે એમ કહેતા કાજલબેને અમિતાભ બચ્ચન ની એક લાઈન કાજલ બેને બધા સાથે શેયર કરી કે કામ કરતે રહો, ભૂત કામ કરતે રહો જે ગયા એને યાદ કરવા કરતા જે રહી ગયા છે એમને માટે કામ કરીએ એમ કહેતા એમણે કોરોના કાલ દરમ્યાન રંગભૂમિ પરથી વિદાય પામેલા કલાકારોને યાદ કર્યા.

આપણે જીંદગી વિષે ફરિયાદ કરીએ પણ જીંદગી ક્યારેય આપણને ફરિયાદ ન કરે, મનની વાત શબ્દોમાં ફેરવાય ત્યારે કઈક અનોખું બની જાય છે માટે સતત મનની વાત ને કાગળ પર ઉતારતા રહો. લખતા રહો. ન ડરો ન ડરાવો. રંગભૂમિ ફરી ધમધમશે અને ફરી શાનદાર નાટકો આવશે.

કાજલ ઓઝા નો વિશ્વ આખામાં એક આગવો પ્રેક્ષક અને ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ શિંભસયક્ષિંશક્ષષફ.શક્ષ માં જોડાયો. અને તમે જો કાજળ બેન અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં પ્રવીણ સોલંકી કૌસ્તુભ ત્રિવેદી, મીનળ પટેલ, ઘનશ્યામ નાયક,ટીકુ તલસાણીયા, વંદના પાઠક  જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ

આજે નાટ્ય લેખનની યુનિવર્સિટી સમા પ્રવિણ જોશી

Pravin Solanki News D

કોકોનટ થિયેટર અને અબતક ચેનલનાં ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે પ્રસારીત થતી શ્રેણી -3 ‘ચાય-વાય અને રંગમંચ’મા ગુજરાતી રંગભૂમિને ઉચ્ચકક્ષાના નાટકોનો ખજાનો આપનાર સાથે પ્રેક્ષકો-કલાકાર-દિગ્દર્શક અને નિર્માતા માનીતા લેખક પ્રવિણ સોલંકી ‘નાટકો અને હું’ એ વિષય ઉપર પોતાના અનુભવો સાથે વિવિધ પ્રસંગોની છણાવટ સાથે દર્શકો સામે લાઈવ આવીને  વાતો શેર કરશે. પ્રવિણ સોલંકીના મતે પ્રેમ કરવાની કલા હસ્તગત કરવી સહેલી છે. અને એજ સારો  લેખક બની શકે છે.કાંતિ મડીયાએ તેમની પાસે ઉત્તમ નાટકો લખાવ્યા હતા.

ઉતમ નાટ્ય  લેખક કહે છેકે આજે ડિમાન્ડ પ્રમાણે લખવું પડે છે. ગુજરાતી નાટકોની ‘ગુજજુભાઈ’ શ્રેણીથક્ષ પ્રવિણભાઈ અને સિધ્ધાર્થ રાંદેરીયા જગપ્રસિધ્ધ થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.