આતંકનો સફાયો કરી દેવા કાર્યવાહી: ડી-ગેંગના 2 સભ્યોની ધરપકડ 

29 સ્થળો પર દરોડા પાડી હવાલા કૌભાંડ સહિતની દાઉદ ગેંગની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ 

નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી(NIA)એ દાઉદ ગેંગ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલ છે કે એજન્‍સીએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા ડી કંપની કેસમાં બે શકમંદોની ધરપકડ કરી છે. આ શકમંદોને શુક્રવારે વિશેષ એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અઠવાડિયે એનઆઈએએ લગભગ ૨૯ સ્‍થળો પર સર્ચ કર્યું હતું. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ છોટા શકીલના સહયોગી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ આરીફ અબુબકર શેખ (59) અને શબ્‍બીર અબુબકર શેખ (59) તરીકે કરવામાં આવી છે. એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે,  ‘બંને મુંબઈના પヘમિી ઉપનગરોમાં ડી કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ટેરર ફાઇનાન્‍સિંગમાં સામેલ હતા.’
એવા અહેવાલ છે કે પાકિસ્‍તાનથી ઇન્‍ટરનેશનલ સિન્‍ડિકેટ ચલાવતા છોટા શકીલ વિરુદ્ધ ઇન્‍ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. તે ડ્રગ્‍સની હેરાફેરી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
એક અધિકારીએ કહ્યું, તપાસમાં જાણવા મળ્‍યું છે કે સમગ્ર સિન્‍ડિકેટ દાઉદ ગેંગ સરહદ પારથી ચલાવી રહી છે. અમે ૨૧ લોકોને તેમની ભૂમિકા માટે બોલાવ્‍યા છે.
તપાસ ટીમમાં સામેલ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, છોટા શકીલના સંબંધીઓ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ, સુહેલ ખંડવાની, સમીર હિંગોરાની, કથિત હવાલા ઓપરેટર્સ અબ્‍દુલ કયૂમ, અજય ગોસાલિયા, મોબિદા ભીવંડીવાલા, ગુડ્ડુ પઠાણ અને અસલમ સરોદિયા એનઆઈએના રડાર પર છે.
કાશ્મીરી પંડિત રાહુલના નાપાક હત્યારા આતંકીઓને 24 કલાકમાં ખાત્મો બોલાવાયો 
કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓને સુરક્ષાદળોએ ૨૪ કલાકમાં ઠાર કરી બદલો લીધો છે. ઠાર કરાયેલા બે આતંકવાદી પૈકી એકની ઓળખ ગુલઝાર અહેમદ તરીકે થઈ છે.બીજી બાજુ કાશ્મીરી પંડિતોમાં સતત આતંકવાદના નિશાન બનાવવામાં આવતા ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ટાર્ગેટ કિલિંગના વિરોધમાં 350 સરકારી કર્મચારીઓએ સાથે રાજીનામા આપી દીધા છે. ગુરુવારે આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચડૂરા તાલુકાની ઓફિસમાં ઘુસીને ક્લર્ક રાહુલ પર ધડાધડ ગોળીઓ વરસાવી હત્યા કરી નાંખી હતી. રાહુલે હોસ્પિલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ઘટના બાદ ઘાટીમાં વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસ અને સુરક્ષાદળોની ટીમને મળેલી માહિતી પ્રમાણે બાંદીપોરાના બરાર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયેલા છે. શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટનામાં રાહુલની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીને ઠાર કરીને બદલો લીધો છે.