Abtak Media Google News

પાકના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ એન્ટી ટેરર એક્ટ હેઠળ ગુન્હો દાખલ: ગમે ત્યારે થઈ શકે ધરપકડ

વર્ષ 1947માં ભારત દેશ આઝાદ થયો અને એ જ અરસામાં ભાગલાને લીધે પાકિસ્તાન નામના દેશનો ઉદય થયો. બંને દેશો પર તે સમયે આર્થિક સંકટ ઉભું હતું. બંને દેશોએ સંઘર્ષ કરવાનો હતો. આજે 75 વર્ષ બાદ ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે અને બીજી બાજુ પાકિસ્તાનની આર્થિક અને રાજકીય સ્થિતિ કટોકટી તરફ ઝડપથી આગળ વધી રહી છે.

ભારતે આઝાદી કાળથી જ વિકાસના મંત્રને અપનાવ્યો જેના પરિણામે એક સમયે ભૂખમરો વેઠતો દેશ આજે વિશ્વભરની જઠરાગ્નિ ઠારી રહ્યો છે તો બીજી બાજુ પાકિસ્તાન આર્થિક દેવાળીયું ફૂંકવાની આરે ઉભું છે. આતંકવાદના ખાત્મા સાથે આગળ વધતો દેશ ભારત આજે પણ આતંકવાદને નેસ્ટ નાબૂદ કરવા તરફ સતત કટિબદ્ધ છે અને બીજી બાજુ આતંકવાદીને પનાહ આપવાની સજા આજે પાકિસ્તાન ભોગવી રહ્યું છે.

પાકિસ્તાનની લશ્કર અને આઈએસને સતત આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પીઠબળ પૂરું પાડતી સરકારો પર લશ્કર અને આઈએસએ ક્યારે સંપૂર્ણ કબજો લઈ લીધો એ કોઈને જાણ પણ રહી નહીં અને તેના પરિણામે આજે પાકિસ્તાનમાં કોઈ સરકાર સંપૂર્ણ કાળ સુધી શાસન કરી શકી નથી. જે સરકાર સહેજ માત્ર પણ પાકિસ્તાની સૈન્ય અને આઈએસના કહ્યામાંથી બહાર જવાનો પ્રયત્ન કરે એટલે સૈન્ય સીધી જ સરકાર ઉથલાવી સત્તા પર કબજો લઈ લ્યે છે.

આતંકવાદને પનાહ આપવાની ગંભીર સજા એટલી હદે પાકિસ્તાન ભોગવી રહ્યું છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જે એક સમયે પાકિસ્તાની સૈન્યના ખાસ હતા આજે એ જ સૈન્ય ઇમરાન ખાનની સામે પડ્યું છે અને પરિણામે દેશના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ એન્ટી ટેરર એકટની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે દેશના પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ આ પ્રકારનો કેસ નોંધાય ત્યારે એ દેશની રાજકીય પરિસ્થિતિની દુર્દશા વિશે કલ્પના કરી શકાય છે.

પાકિસ્તાનમાં ઇમરાન ખાન વિરુદ્ધ એન્ટી ટેરર એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે ત્યારે પૂર્વ વડાપ્રધાન પોતે જ આતંકવાદ સાથે સંકળાયેલા છે તે વાત આપોઆપ સાબિત થઈ જાય છે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની મુશ્કેલી વધી ગઇ છે.  20 ઓગસ્ટે ઇસ્લામાબાદમાં એક પબ્લિક રેલી દરમિયાન આઈજી પોલીસ ઇસ્લામાબાદ અને મહિલા મેજિસ્ટ્રેટને આપવામાં આવેલી કથિત ધમકીઓ પર ઇમરાન ખાન સામે એન્ટી ટેરર એક્ટની કલમ 7 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી ઇમરાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરૈશીએ પીએમ શહબાઝ શરીફની સરકારને ચેતવણી આપી છે કે જો ઇમરાન ખાન સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી તો તેના ગંભીર પરિણામ આવશે.

રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ સામે એન્ટી ટેરર એક્ટ અંતર્ગત કેસ નોધવામાં આવ્યો છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે જલ્દી અથવા આગામી કેટલાક દિવસોમાં ઇમરાન ખાનની ધરપકડ પણ થઇ શકે છે. એકસમયે સેનાના ખાસ રહેલા ઇમરાન ખાનને સત્તામાંથી હાકી કઢાયા પછી સેના પર પ્રહાર કર્યો હતો. તાકાતવર પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાથી ઇમરાન એટલા માટે નારાજ થયા કારણ કે સત્તા બચાવવા સેનાએ કોઇ મદદ કરી ન હતી.

પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું કે સરકારી સંસ્થાના ઓફિસરોને ધમકી આપવી અને રેલીમાં ભડકાઉ નિવેદન આપવા માટે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામે કેસ નોંધવા સરકાર વિચાર કરી રહી છે.

ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે આરોપ લગાવ્યો કે પીટીઆઈના પ્રમુખ ઇમરાન ખાન પોતાના ભાષણોમાં સેના અને અન્ય સંસ્થાનો પર સતત પ્રહાર કરી રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનના ઇલેક્ટ્રોનિક મીડિયા વોચડોગે ઇમરાનના ભાષણોના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો.

આત્મઘાતી હુમલો કરવા ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની આતંકીની ધરપકડ

Loc

સતત નિષ્ફળતા છતાં સરહદ પારથી આવતા આતંકવાદીઓની ગતિવિધિઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના એક આતંકીની ધરપકડ કરી છે જેણે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધા બાદ એલઓસી પાર કરીને ભારત આવવાનો પ્રયાસ કર્યો હતો. સેનાનું માનવું છે કે તબરીક હુસૈન નામનો આ આતંકવાદી ભારતમાં આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.  આર્મી અધિકારીઓનું કહેવું છે કે તબરીક સારી રીતે પ્રશિક્ષિત છે, તેણે પાકિસ્તાની સેનાના ગુપ્તચર વિભાગમાં પણ થોડા વર્ષો કામ કર્યું છે. સેનાના જવાનોએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસી નજીક તબરીક

હુસૈનને ગોળી મારીને ઘાયલ કરી, પછી તેની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તબરીકે પાકિસ્તાન આર્મીના ઈન્ટેલિજન્સ યુનિટ માટે પણ કામ કર્યું છે.  અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના સબઝકોટ ગામનો રહેવાસી 32 વર્ષીય તબરીક હુસૈન જ્યારે એલઓસી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.  અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા છ વર્ષમાં બીજી વખત તબરીકની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તબરીક અને તેનો ભાઈ 26 મહિના સુધી જેલના સળિયા પાછળ હતા અને ત્યાર બાદ તેમને અમૃતસરની અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હતા. આ વખતે તેનો પ્લાન ફિદાયીન હુમલો કરવાનો હતો. જ્યારે સેનાએ તેને ઇજાગ્રસ્ત હાલતમાં પકડ્યો ત્યારે તેણે બૂમ પાડી હતી કે, ’હું મરવા આવ્યો છું, મને ફસાવવામાં આવ્યો છે, મને અહીંથી બહાર કાઢો.’

ભારત સાથે શાંતિપૂર્ણ-સંબંધો ઈચ્છે છે પાકિસ્તાન: શરીફની શરાફત

Explainer: The Uk Libel Case That Captured Pakistan'S Attention - Newspaper - Dawn.com

પાકિસ્તાનના અગ્રગણ્ય ‘ડોન’ અખબારના એક અહેવાલ મુજબ, દેશના વડા પ્રધાન શાહબાઝ શરીફે સમાનતા, ન્યાય અને પરસ્પર સમ્માનના સિદ્ધાંતોને આધારિત અને ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો બનાવવાની કશ્મીર પ્રશ્નનો ઉકેલ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શરીફે દક્ષિણ એશિયા વિસ્તારમાં ટકાઉ શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ‘સુવિધાજનક ભૂમિકા’ ભજવવાની દુનિયાના દેશોને વિનંતી કરી છે. શરીફે આ ઈચ્છા પાકિસ્તાનસ્થિત ઓસ્ટ્રેલિયાના નવા નિમાયેલા હાઈ કમિશનર નીલ હોક્ધિસ સાથે ગઈ કાલની બેઠક દરમિયાન વ્યક્ત કરી હતી એમ ડોન અખબારે વડા પ્રધાનના કાર્યાલયને ટાંકીને જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.