Abtak Media Google News
  • મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગ્લિંગ કેસમાં ઝડપાઈ ચુક્યો છે નુસરત
  • અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકી પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ

ગુજરાત એટીએસએ 19મેની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસ સાથે જોડાયેલ ચાર આતંકીઓની ધરપકડ કરી હતી. હવે આNusrat મામલામાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. મેટ્રો કોર્ટે મંજુર કરેલા ચાર દિવસના રિમાન્ડમાં આતંકીઓના મોબાઈલમાંથી તમિળ ભાષામાં શપથ લેતો વીડિયો પણ મળ્યો હતો. એટીએસએ કરેલી મોહંમદ નુસરત, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસની પૂછપરછમાં નવા ખુલાસાઓ થયા છે.

સમગ્ર પ્રકરણમાં પહેલા એવું કહેવામાં આવતું હતું કે તેમને ટ્રેનિંગ મળી છે કે નહીં પરંતુ ચારે ચાર આરોપીઓ હથિયાર ચલાવતા જાણે છે અને જ્યારે એટીએસના અધિકારીઓએ ચારેયને પિસ્તોલ આપી ત્યારે દરેક આરોપીએ પિસ્તોલમાં મેગઝીન લોડ કરી ગન અનલોક અને લોક પણ કરતા હતા. આમ તેઓ હથિયાર વિશે દરેક બાબત જાણે છે એ સ્પષ્ટ થઈ ગયું છે. જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ડોક્યુમેન્ટ આપ્યા તો તેઓ કોઈ પણ પેપર પર સહી કરવા તૈયાર ન હતા એટલે ગૂગલ ટ્રાન્સલેટમાં તેમની ભાષામાં ટ્રાન્સલેટ કરીને વંચાવ્યા બાદ તેમણે સરકારી વકીલ માટે હા પાડી હતી.એરપોર્ટ પર ઊતરેલા ચારેય આતંકવાદીઓ શું કરવાના હતા? તેની હજુ સુધી પુષ્ટી ભલે થઈ નથી. પરંતુ એટલું નક્કી છે કે તેઓ હથિયારોથી ખૂબ જ વાકેફ હતા. આ ચારેયને દરેક પ્રકારની ટ્રેનિંગ મળી છે તે વાત પણ નક્કી છે. પરંતુ ટ્રેનિંગ ક્યાં લીધી અને કયા કારણથી આઈએસ સાથે જોડાયા તે અંગે હજી વિગતો મેળવવામાં વાર લાગે તેવી પરિસ્થિતિ છે.

ઉપરાંત ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે, આ ચાર આતંકીઓમાંથી નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારતમાં આવ્યા હતા. આ અંગે એટીએસના ડીઆઈજી સુનિલ જોષીએ કહ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી બે આતંકી એવા નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારતમાં આવ્યા હતા.

સુનિલ જોષીએ વધુમાં કહ્યું હતું કે, આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગ્લિંગ કેસમાં પકડાયો હતો. જ્યારે શ્રીલંકામાં મારામારી તથા ડ્રગ્સના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. આ ઉપરાંત મોહમ્મદ ફારિસની પણ શ્રીલંકામાં ડ્રગ્સના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. નાફરાન નામનો આતંકી અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગ્લિંગ કરતો હોવાનું પૂછપરછમાં જણાવ્યું છે. જ્યારે રસદીન સામે શ્રીલંકામાં ચોરી અને ડ્રગ્સના ગુના નોંધાયા છે.

ચિલોડા ખાતે હથિયાર કોણ મૂકી ગયું? : તપાસનો ધમધમાટ

હાલમાં એટીએસ દ્વારા તેમનો ટાર્ગેટ કોણ હતો તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. તેમજ તેમને જ્યાંથી હથિયાર મળવાનાં હતાં તે સ્થળ અંગેની તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. જે જગ્યાએ હથિયાર મુકાયાં હતાં તેનું લોકલ કનેક્શન અને ટોલટેક્સથી લઈને મોબાઈલના ડેટાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ચારેય જણાએ આત્મઘાતી હુમલો કરવાનો શપથ લેતો વીડિયો બનાવ્યો હતો તેની પણ તપાસ ચાલુ કરાઈ છે.

આતંકીઓના મોબાઈલમાંથી મળી આવેલા ફોટો ટાર્ગેટ હોવાની આશંકા

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.