Abtak Media Google News

વેપારી અને ગ્રાહકો જીવ બચાવવા માટે ટેબલનો સહારો લેવો પડયો: સમગ્ર ઘટના સીસી ટીવીમાં કેદ

સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તા પર રખડતા ઢોરના ત્રાસ બાદ હવે બજારમાં શો રૂમ સુધી પણ ત્રાસ પહોંચ્યો છે. થાનની મુખ્ય બજારમાં આવેલા સાડીના એક શો રૂમમાં વેપારી ગ્રાહકોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ રસ્તા પરથી એક ગાય અંદર ઘૂસી આવી હતી. આ સમયે શો રૂમમાં હાજર બે લોકો ટેબલ પાછળ ચાલ્યા ગયા હતા જ્યારે એક વ્યકિત જીવ બચાવવા દોટ મૂકી બહાર નીકળી ગયા હતા. શો રૂમમાં ઘૂસેલી ગાય ખુરશીઓ આમતેમ ઉડાવી બહાર નીકળતા વેપારીએ રાહતનો શ્વાસ લીધો હતો.

થાનની મુખ્ય બજારમાં સાડીના શો રૂમમાં વેપારી ગ્રાહકની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ રસ્તા પરથી પસાર થઈ રહેલી ગાય અચાનક શો રૂમની અંદર ઘૂસી આવી હતી. જેમાં બે વ્યકિત પોતાનો બચાવ કરવા ટેબલ પાછળ ચાલ્યા ગયા હતા જ્યારે એક વેપારી દુકાનની બહાર ભાગ્યા હતા. દુકાનમાં ટાઈલ્સના કારણે ગાય લપસી પડી ગઈ હતી. જો કે, ખાસ કોઈ નુકસાન કર્યા વગર ગાય બહાર નીકળી જતા વેપારીએ રાહતનો શ્વાસ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.