Abtak Media Google News

સેકશન ઓફિસર ફુડ, સિવિલ સપ્લાઇ એન્ડ ક્ધઝયુમર અફેર્સ ડીપાર્ટીમેન્ટ ગર્વમેન્ટ ઓફ ગુજરાત દ્વારા જાન્યુઆરી 2005માં મંજુર કરેલી ગ્રાહક ફોરમની સ્ટેટ કમિશનર સર્કીટ બેન્ચ રાજકોટમાં કાર્યરત શરૂ કરવા પ્રયાસો

ગ્રાહક ફોરમની સ્ટેટ કમિશનરની સર્કીટ બેન્ચ 18 વર્ષ પહેલાં મંજુર થઇ છે. પરંતુ હજી સુધી કાર્યરત ન થઇ હોવાથી રાજકોટ માટે મંજુર થયેલી ગ્રાહક ફોરમની સ્ટેટ કમિશનની સર્કીટ બેન્ચ ત્વરીત શરૂ કરવા માટે એમ.એ.સી.પી.બારના પ્રમુખ અજય જોષી દ્વારા પત્ર વ્યવહાર શરૂ કરાયો છે.

Advertisement

રાજકોટ જિલ્લા ગ્રાહ્ક તકરાર નિવારણ ફોરમ રાજકોટમાં વર્ષોથી કાર્યરત છે. ગ્રાહક તકરાર નિવારણ અંગેની બે જજ દ્વારા તમામ કામગીરી સંભાળવામાં આવે છે. આ માટે જરૂરી બિલ્ડીંગ પણ છે. જયારે રાજકોટના ફોરમ દ્વારા અપાયેલા ચૂકાદા સામે અપીલ કરવી હોય ત્યારે અમદાવાદ ખાતે સ્ટેટ કમિશનરમા કરવામાં આવે છે.

ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અંગેની સ્ટેટ કમિશનરની સર્કીટ બેન્ચ અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ સર્કીટ બેન્ચ ફાળવવામાં આવી હોવાનું એમએસીપી બારના પ્રમુખ અજય જોષીના ધ્યાને આવ્યું હતું.

આથી તેઓએ આરટીઆઇ હેઠળ જિલ્લાની સર્કિટ બેન્ચ કયાં કારણોસર કાર્યરત નથી થઇ તે અંગેની માહિતી માગી હતી. આથી તેઓને ગત તા.30-8-22ના રોજ અમદાવાદ ખાતે કાર્યરત રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશનર આપી શકે તેવો જવાબ આપવામાં આવ્યો હોવાથી ત્યાં આરટીઆઇ કરવામાં આવી હતી. અમદાવાદ ખાતેની ગ્રાહ્ક તકરાર નિવારણ કમિશનર દ્વારા આ માહિતી રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશનર દિલ્હી ખાતેથી મેળવવા અંગેનો પ્રત્યુતર આપ્યો હતો.

અજય જોષીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશનર પાસે આરટીઆઇ અંગે માહિતી માગતા ગત તા.7-1-2005માં સેકશન ઓફિસર ફુડ સિવિલ સપ્લાઇ એન્ડ ક્ધઝયુમર અફેર્સ ડીપાર્ટમેન્ટ ગર્વમેન્ટ ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટને ફાળવવામાં આવ્યાનો જવાબ મળ્યો હતો. 18 વર્ષ પહેલાં મંજુર થયેલી સ્ટેટ કમિશનરની સર્કીટ બેન્ક રાજકોટમાં કેમ કાર્યરત ન થઇ તે અંગેના સવાલો થઇ રહ્યા છે. રાજકોટમાં સ્ટેટ કમિશનરની સર્કીટ બેન્ક ત્વરીત કાર્યરત કરવા એમએસીપી બારના પ્રમુખ અજય જોષીએ માગ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.