Abtak Media Google News

વિપક્ષી નેતા પરેશ ધાનાણી મોડા-મોડા આવ્યા: ભાજપ વિરૂઘ્ધ ધુન-ભજન કરી રોષ ઠાલવ્યો

ત્રિકોણબાગ ખાતે આજરોજ કોંગ્રેસ દ્વારા ખેડુતોના પ્રશ્ને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી, પ્રમુખ અને વિપક્ષી નેતા ઉપસ્થિત રહેવાના હોવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પ્રદેશ પ્રભારી અને પ્રમુખની ગેરહાજરી રહી હતી ઉપરાંત વિપક્ષી નેતા પણ મોડા-મોડા હાજરી પુરાવવા આવી પહોંચ્યા હતા.પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ખેડુતોના પ્રશ્ને આજે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, હર્ષદ રીબડીયા, લલીત વસોયા, લલીતભાઈ કગથરા, જવાહરભાઈ ચાવડા, ઋત્વિક મકવાણા, ડો.હેમાંગ વસાવડા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, ઉપપ્રમુખ સુભાષભાઈ માકડિયા, અર્જુનભાઈ ખાટરીયા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા4 63 અગાઉ કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહેવાના છે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ બંને અગ્રણીઓની કાર્યક્રમમાં ગેરહાજરી રહી હતી. આ સાથે વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ મોડા-મોડા આવ્યા હતા. કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ વિરોધી ધુન-ભજન કરીને રોષ ઠાલવ્યો હતો.

Advertisement

3 70આ તકે ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળીના ગોડાઉનો સળગાવવાના બનાવની ન્યાયીક તપાસ, બજાર સમિતિ નિયંત્રણ ધારાનો તાત્કાલિક અમલ, સૌરાષ્ટ્રના ખેડુતોના પેન્ડિંગ દોઢ લાખ વિજ કનેકશનોને અગ્રતા આપવી, સ્વામિનાથન કમિટીના અહેવાલને અમલી બનાવવું, ખેડુતોને પોષણક્ષમ ભાવ આપવા, પાક વિમાની આકારણીમાં ગામડાને એકમ બનાવવા, વન્ય પ્રાણીઓના ત્રાસથી રક્ષણ આપવાની વ્યવસ્થા કરવી, જમીન સંપાદન કાયદામાં સંસ્થાને એકમ ગણો અને વ્યકિતગત કિસ્સામાં બજારભાવથી વળતર આપો, આયાત નિકાસ નીતિ વાવણીના સમય પહેલા જાહેર કરો, ખેડુતોને માલ-તારણ સામે ધિરાણ આપો, માલ સાચવવા ગોડાઉનની વ્યવસ્થા કરો, ખેડુતોના માલની વેચાણ હરાજી ટેકાના ભાવથી ઉપરની રકમથી જ ચાલુ કરવા બજાર નિયંત્રણ સમિતિઓને આદેશાત્મક જોગવાઈ કરો વગેરે જેવી ૧૦ મુખ્ય માંગણીઓને ધ્યાને લઈ કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.5 57

ટીમ ઈન્દ્રનીલના સભ્યોની સુચક ગેરહાજરી, જુથવાદના લબકારા
કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ તરફથી માત્ર કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતની હાજરી જોવા મળી હતી. શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓની પાંખી હાજરી ઉડીને આંખે વળગે એવી હતી. કાર્યક્રમમાં ટીમ ઈન્દ્રનીલના સભ્યોની સુચક ગેરહાજરી રહી હતી. આજરોજ ઈન્દ્રનીલ રાજયગુરૂનું રાજીનામું હાઈકમાન્ડ દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું ત્યારે ઈન્દ્રનીલના સમર્થકોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે નારાજગી હોવાના લીધે તેઓની ગેરહાજરી રહી હતી. ટીમ ઈન્દ્રનીલના સભ્યોની ગેરહાજરી શહેર કોંગ્રેસમાં જુથવાદના લબકારા હોવાની પ્રતિતિ કરાવતા હતા.

ઈન્દ્રનીલ રાજયગુરુનું રાજીનામું મંજુર

શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરૂએ તાજેતરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. આજરોજ હાઈકમાન્ડ દ્વારા આ રાજીનામાને મંજુર કરવામાં આવ્યું છે. ઈન્દ્રનીલ રાજયગુરુએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપતા અનેક કોંગી કાર્યકર્તાઓએ તેના સમર્થનમાં રાજીનામાં ધરી દીધા હતા છતાં પણ હાઈકમાન્ડ દ્વારા ઈન્દ્રનીલનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું છે.હાલ શહેર કોંગ્રેસ પ્રમુખ માટે અતુલ રાજાણી અને પ્રદિપ ત્રિવેદીના નામ ચર્ચામાં છે.

કોંગ્રેસે મગફળી વેરી છાજીયા લીધા6 42ત્રિકોણબાગ ખાતે આજરોજ યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ મગફળી વેરીને છાજીયા લીધા હતા. ખેડુતોને પોતાના પાકનો પોષણક્ષમ ભાવ મળતો ન હોવાથી કોંગ્રેસી કાર્યકર્તાઓએ કાર્યક્રમ દરમિયાન મગફળી વેરી અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસી કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં છાજીયા લઈને સરકાર વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.