પદયાત્રીઓની પાછળ ચાલતી પીકઅપ વેનને ટ્રેલરે ટકકર મારતા સર્જાયો ગોઝારો અકસ્માત

સુરેન્દ્રનગર ના પાટડી માલવણવિરમગામ હાઈ-વે પર દોલતપુરા ગામ પાસે મંગળવારે વહેલી સવારે પગપાળા પીપળી ધામ જઈ રહેલા અમદાવાદના સંઘ સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સંઘની પાછળ આવતા ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવતાં પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા માટે પાછળ ચાલતી પીકઅપ વેનને ટક્કર વાગી હતી.

જેમાં પિતા-પુત્ર અને ફૂવાનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં જ્યારે ૧૦ યાત્રી ઘાયલ થયા હતા.બાધા પૂરી કરવા માટે અમદાવાદના વટવા જીઆઇડીસી મચ્છુનગરનો ભરવાડ પરિવાર સંઘ લઈનેનીકળ્યો હતો. આશ્ચર્યજનક રીતે બાધા રાખનારી મહિલાને ઘસરકો પણ પડ્યો નહોતો. જોકે, પતિ અને પુત્ર ગુમાવ્યા હતા. અમદાવાદના ભૂરીબહેન કરશનભાઇ ભરવાડે પીપળી ધામની બાધા રાખી હતી.

જે પૂર્ણ થતાં પરિવારના સૌ અમદાવાદથી પગપાળા આવી રહ્યા હતા. ટ્રેલરેયાત્રીઓની પીકઅપ વેનને ઠોકર મારતાં વેનમાં બેસેલાં ભૂરીબહેનના પતિ તથા તેમના નણદોઇની સાથે આગળ ચાલતા પુત્રનાં મૃત્યુ થયાં હતાં.હમીર ભરવાડે વિરમગામ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

પાટડીના પીપળીધામમાં ૧૮થી ૨૦ સપ્ટેમ્બર સુધી રામદેવપીર મહારાજનો નેજા ઉત્સવ ચાલે છે. જેમાં લોકો બાધા પૂરી કરવા માટે પણ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.