Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી  બલરામ મિણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી જીલ્લામાં તથા બહારના જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના આપેલ જે અન્વયે પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા સાથનાઓ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં

Advertisement

તે દરમ્યાન ચાપરાજપુર ગામ પાસે આવતા સાથે ના પો.હે.કો. ભુરાભાઇ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે પોરબંદર જિલ્લા ના કમલાબાગ પો.સ્ટે. ફર્સ્ટ  ગુ.ર.જી. ન.૧૧૭/૨૦૧૬ તથા ૧૧૮/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ ના કામે નાસતો ફરતો આરોપી હિરેન ઉર્ફે રવિ રસીકભાઇ બુટાણી પટેલ ઉંમર વર્ષ ૨૨ રહે થાણા ગાલોલ ગામ તાલુકા જેતપુર વાળો ચાપરાજપુર તરફ આવી રહેલ છે.

તેવી હકિકત મળતા ચાપરાજપુર ગામે વોચમા હોય તે દરમ્યાન ઉપરોકત હકિકત વાળો ઇસમ નિકળતા તેને રોકિ પુછપરછ કારતા ઉપરોકત ગુનામા પકડવાનો બાકી હોવાનુ જણાવતા સદરુહ ઇસમ ને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.