Abtak Media Google News

શ્રીમંત લોકોની બિનઉપયોગી ચીજવસ્તુઓ સાચા જરૂરીયાતમંદો સુધી પહોંચાડવાનો જિલ્લા કલેકટરનો દ્રઢ સંકલ્પ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન ખાતે પ્રેમનો પટારો મુકવામાં આવ્યો છે. જેમાં શ્રીમંત લોકો પોતાની બિનઉપયોગી વસ્તુઓ આ પટારામાં મુકી જશે. બાદમાં જરૂરીયાતમંદો જાતે જ આ પટારામાંથી પોતાના ઉપયોગ માટે ચિજવસ્તુઓ લઈ શકશે. આ સેવા પ્રોજેકટના વ્યાપ માટે વહીવટી તંત્ર દ્વારા હજુ વધુ બે પ્રેમના પટારા જાહેર જગ્યાએ મુકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

જિલ્લા વહીવટી તંત્ર અને યંગ ઈન્ડિયન્સ ગ્રુપ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે પ્રેમના પટારાનો સેવા પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટનો મુખ્ય હેતુ જરૂરીયાતમંદોને પોતાની જરૂરીયાતની ચીજવસ્તુ આસાનીી મળી જાય તેવો છે. જેમાં શ્રીમંત લોકો પોતાની બિનઉપયોગી ચીજવસ્તુઓ આ પટારામાં મુકી જશે. જે વસ્તુઓ જરૂરીયાતમંદો પટારામાંથી મેળવી લેશે. આમ જરૂરીયાતમંદોના લાર્ભો આ સેવા પ્રોજેકટ કાર્યાન્વિધ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટનો વ્યાપ વધારવા વધુ બે પ્રેમના પટારા જાહેર જગ્યાએ મુકવામાં આવનાર છે. આ માટે દાતાઓએ બે  ક્ધટેનરનું અનુદાન પણ આપ્યું છે.

આ એક ક્ધટેનર રૂા.૨.૫ થી ૩ લાખની કિંમતનું હોય છે.  આ ક્ધટેનરમાંથી પ્રેમના પટારાનું નિર્માણ કરવામાં આવશે. બાદમાં સ્ળ નકકી કરી બે અલગ અલગ જગ્યાએ આગામી સમયમાં બન્ને પ્રેમના પટારાઓને જાહેર જગ્યાએ મુકવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.