Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં  ગાંધીનગરમાં રાજ્યના ઊદ્યોગ વિભાગ અને તાપી જિલ્લાના સોનગઢની જે. કે. પેપર મિલ વચ્ચે રૂ.૧પ૦૦ કરોડના ખર્ચે મોર્ડનાઇઝેશન એન્ડ એકસપાન્સન પ્રોજેકટના ખઘઞ કરવામાં આવ્યા છે.

આ પ્રોજેકટ શરૂ થવાને પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ મળી ૧૩૦૦ લોકોને આદિજાતિ વિસ્તારમાં રોજગારીની તકો પ્રાપ્ત થશે. જે. કે. પેપર મિલ તેનો આ પ્રોજેકટ સંભવત: ડિસેમ્બર-ર૦ર૦માં શરૂ કરશે. ઊદ્યોગ અગ્રસચિવ એમ. કે. દાસ અને જે. કે. પેપરના વાઇસ ચેરમેન અને એમ. ડી. સિંઘાનિયાએ આ એમઓયું પર હસ્તાક્ષર કર્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.