Abtak Media Google News

મોરબી: કોરોના મહામારીને કારણે ભારત સહિત વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં પણ 8 મહાનગરોમાં સ્થિતિ વણસતી જઈ રહી છે. મોરબી સહિતના જિલ્લાઓમાં પણ પરિસ્થિતી ખરાબ બની છે. મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. મોરબી ઘણી કુદરતી આફતોનો ભોગ બની ચૂક્યું છે જેમાં મુખ્યત્વે મચ્છુ જળ હોનારત, 2001નો ભુકંપ અને હવે કોરોનાનો કહેર. સિરામિક ઉદ્યોગ નગરી તરીકે પ્રસિદ્ધ મોરબીમાં દિનપ્રતિદિન કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી સામેનો જંગ લડી લઈશુ એવા સુત્ર સાથે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબી આઠ-એ નેશનલ હાઇવે પર ભરતવન ફાર્મ પર કોરોના કેર સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. સિમ્પોલો ફાઉન્ડેશન સહયોગ કલ્પેશ છાયા, જીતેન્દ્રભાઇ અઘારા અને ભરતવન ફાર્મના માલિક દ્વારા આ કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

મહામારીની આ કપરી પરિસ્થિતિમાં હાલ મોરબીમાં લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. મોરબીથી થોડા કિમીના અંતરે એશી બેડ ધરાવતુ આઇશોલેશન સુવિધા કેન્દ્ર પ્રસ્થાપિત કરાયું છે. કોરોનાગ્રસ્ત દર્દીને સિટી સ્કેન કર્યા બાદ જે સારવાર જરૂર હિતાવહક છે તે તમામ ઉપલબ્ધ કરાઈ છે. ચાલીશ વર્ષથી બહોળો અનુભવ ધરાવતા રાજકોટના ડોક્ટર પી.એન. પટેલ તથા કોવિડમા ફરજ બજાવતા ડો. પીનલ પટેલ, ડો. રવિ સુરણી તથા પ્રિતિપાલસિંહ ગોહિલ, ડો.બંસી, ડો. દિવ્યા સેવા આપી રહ્યા છે. સિમ્પોલો ફાઉન્ડેશન સંચાલિત કોરોના કેર સેન્ટરની કલેકટર તથા રાજકોટ સાસંદ મોહનભાઇ કુંડારીયાએ મુલાકાત લીધી હતી. સિમ્પોલો કોરોના કેર સેન્ટરમાં તકેદારી પૂર્વક દર્દીને સવાર-સાંજ જમવાનું અને ચા-પાણી નાસ્તો સાથે જ્યુસ પોસ્ટિક આહાર દવાઓ વિનામૂલ્યે મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવે છે. પ્રથમ દિવસે 108 ઓ. પી. ડી કેસ નોંધાયા હતા જેમાંથી પંદર થી વીસ દર્દીને આઇસોલેશન સુવિધામા દાખલ કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.