Abtak Media Google News

બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી આવી રહી છે ત્યારે આજથી ગાંધી જયંતી સુધી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ કેમ્પેઈનને `સ્વચ્છતા જ સેવા’ તેવું નામ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીનું મિશન આ કેમ્પેઈનમાં લોકોને જોડીને તેને જન આંદોલન બનાવવાનું છે.જેમાં લોકોને સફાઈ અને શૌચાલયના નિર્માણ માટે શ્રમદાન આપવા માટે જોડવામાં આવશે. જેથી કરીને ગરીબો સુધી સ્વચ્છ ભારત મિશન પહોંચી શકે. આ કેમ્પેઈનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને કેદ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સહીતના નેતાઓ ભાગ લેશે.કાનપુરના ઈશ્વરીજંગ ગામમાં રાષ્ટ્રપતિ આ અભિયાનમાં ભાગ લેશે, યૂપીના  સીએમ યોદી આદિત્યનાથ  અને ઉમા ભારતી પણ આ અભિયાનમાં જોડાશે. આ સાથે જ દેશભરમાંથી પસંદ કરાયેલા 15 જેટલા પ્રવાસન સ્થળો પર પણ વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. મહત્વનું છે કે, બીજી ઓક્ટોબરના ગીંધી જયંતીના અવસર પર સ્વચ્છ ભારત દિવસ મનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.