Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલીકાના ત્રણેય ઝોનની ટીમ દ્વારા ગત તા.22થી 28 એપ્રીલ દરમ્યાન દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક અઠવાડીયામાં 42 રેકડીઓ કેબીનો જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોલ સેન્ટરની પણ અનેક ઓનલાઈન ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. પેડક રોડ, પુષ્કરધામ રોડ, નાનામવા રોડ, જયુબીલી માર્કેટ,ચંદ્રેશનગર હોકર્સ ઝોન, પરાબજાર, મોચીબજાર અને રૂડાનગર એક માંથી 42 રેકડી કેબીન જપ્ત કરવામાં આવી હતી. જયારે ફુલછાબ રોડ, જયુબેલી માર્કેટ, ગાયત્રીનગર પુષ્કર ધામ રોડ, તેમજ રૂડા નગર 1માંથી 23 પરચુરણ માલસામાન જપ્ત કરાયો છે.

જંકશન રોડ, જયુબેલી માર્કેટ, જીવરાજપાર્ક, શનિવારી, રૈયારોડ, પંચાયત ચોક ખાતેથી 650 કિલોગ્રામ શાકભાજી ફળફૂલ વગેરે સામાન જપ્ત કરાયો છે.આ ઉપરાંત અલગ અલગ જગ્યાએથી રૂ. 21780 મંડપ ચાર્જ, કનકરોડ ખાતેથી રૂ.5 હજાર વહીવટી ચાર્જ તેમજ રૂ.17 હજાર માસ્ક પેનલટી ફટકારવામાં આવી છે.

આનંદસાગર પાન, અરિહંદ ડેરી, ઠાકરધણી ટી સ્ટોલ, ઈઝી બેકરી, શિવ શકિત ટી સ્ટોલ, રજવાડી પાન, કિસ્મત હોટ, દેવજીવણ હોટલ, ચામુંડા ડિલકસ, ક્રિશ્ર્ન પાન, પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, નવરંગ હેર આર્ટ, મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ, આકાર આકાર સેનેટરીઝ કપડા ડાઉસ સહિત કુલ 108 હોટલ, સોપ સીલ કરવામાં આવી છે. ત્રણેય ઝોનની ટીમે સાથે મળી લેખીત તથા ફરિયાદનો નિકાલ કર્યો છે. આઉપરાંત સીસીટીવી કેમેરા અંતર્ગત આવતી ફરિયાદોનો પણ નિકાલ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.