Abtak Media Google News

ગોંડલ મોવિયા રોડ પર બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત, બેને ગંભીર ઈજા

અકસ્માતમાં કુખ્યાત બનેલા મોવિયા રોડ પર ફરી અકસ્માત સર્જાયો. ગોંડલથી મોવિયા ગામ નજીક દાડમા દાદાના મંદિર પાસે બોલેરો અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું. યુવકના મોતથી પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના મોવિયા પાસે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યવકનું મોત નીપજ્યું જ્યારે અન્ય 2 બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગોંડલથી મોવિયા તરફ જતા બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ત્રિપલ સવારી બાઈકમાં ચિરાગ ભનુભાઈ ચૌહાણ આશરે (ઉ.વ 18) નામના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને હિરેનભાઈ રમેશભાઈ દોડીયા (ઉ.વ.18) એમીનભાઈ જગદીશભાઈ રાઠોડ (ઉ.વ.18) રહે. દેરડી વાળાને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મૃતક યુવાન ચિરાગ ચૌહાણનો આજે જન્મ દિવસ હતો. તેનું દેરડીથી ગોંડલ આવતા સમયે મોવિયા પાસે અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું. ચિરાગ પરિવારમાં માતા-પિતા અને બે ભાઈમાં  નાનો હતો અને દેરડી ગામમાં કપડાની દુકાનમાં કામ કરતો હતો. અકસ્માતની જાણ થતાં બહોળો મિત્ર મંડળ, સગા વાહલા અને ગામના આગેવાનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.