Abtak Media Google News

ગ્રામ પંચાયત, રૂડા કે કલેકટર તંત્રએ પાણી માટે વ્યવસ ન ગોઠવતા વ્યક્તિ દીઠ રૂ.૩૦૦ના ખર્ચે પાણી મેળવતા ૮૦૦૦ નાગરિકો

એક તરફ જિલ્લા કલેકટર રાજકોટ શહેર જિલ્લામાં જળ સમસ્યા ન હોવાનો અહેવાલ મોકલી ઉનાળા માટે ૧૧.૫૦ કરોડનો માસ્ટર પ્લાન રજૂ કર્યો છે તેની ગણતરીની કલાકોમાં જ આજે રાજકોટના છેવાડે આવેલ કાંગશીયાળી વિસ્તારના ૮ી વધુ બિલ્ડીંગોના સેંકડો રહીશો દ્વારા પાણીનો કાળો કકળાટ હોવાના નારા લગાવી જિલ્લા કલેકટર કચેરીને ગજવી નાખી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, જિલ્લામાં જળ સમસ્યા ન હોવાના દાવા કરનાર તંત્રનો ભાંડો ફોડી આ વિસ્તારના રહેવાસીઓ દર મહિને વ્યક્તિ દીઠ ૩૦૦ રૂપિયા ખર્ચી પાણી મેળવતા હોવાનો દાવો કર્યો હતો.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ આજરોજ નાગરિક હિત રક્ષક કમીટી કાંગશીયાળીના બેનર હેઠળ લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામની સીમમાં બનેલા હાઈરાઈઝડ બિલ્ડીંગોમાં વસવાટ કરતા ૨૦૦ી વધારે રજૂઆતકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પાણી આપો…પાણી આપો…ના નારા લગાવીને આ વિસ્તારમાં આવીને આઠ રેસીડેન્સી માટે જળ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. કોંગી અગ્રણી અને લોધીકા તાલુકા પંચાયતના માજી પ્રમુખ મનોજભાઈ રાઠોડની આગેવાની હેઠળ આવેલા રજૂઆતકર્તાઓએ જણાવ્યું હતું કે, આસ ગ્રિન સિટી, કોપર રેસીડેન્સી, કલ્પવન રેસીડેન્સી, ધોરાજી પેલેસ, ગોલ્ડન હાઈટ્સ, એટલાન્ટીક હાઈટ્સ, રાજપ અને રાજપ સીએસ્ટામાં હાલમાં ૧૯૮૨ પરિવારો વસવાટ કરે છે અને ૮૦૦૦ જેટલા વ્યક્તિઓ દર મહિને માાદીઠ ૩૦૦ રૂપિયા ચૂકવી પીવા વાપરવા માટેનું પાણી મેળવે છે.

વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કાંગસીયાળી ગામની સીમના રેવન્યુ સર્વે નં.૫૭ ઉપર આવેલી આ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ગ્રામ પંચાયતોને નિયમીતપણે વેરા ચૂકવવામાં આવે છે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રૂડા સહિતના વિભાગોમાં અનેકવિધ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ૮૦૦૦ી વધુ જયાં વસવાટ કરે છે તે વિસ્તાર માટે કોઈ નકકર આયોજન યા ની. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, સરકારની ઉપેક્ષાને કારણે આ વિસ્તારના લોકોએ સો મળી રૂ.૪૫ લાખના ખર્ચે બોર કરાવ્યા પરંતુ તેમાં પણ પાણી ન મળતા હાલ ૮૦૦૦ લોકોને ફરજીયાતપણે ટેન્કર મંગાવી પાણી મેળવવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, લોધીકાના કાંગશીયાળી જેવી જ સ્થિતિ માધાપર, શેઠનગર, ઘંટેશ્ર્વર, નાગેશ્ર્વર, પારડી, શાપર, મેટોડા, નવાગામ, માલીયાસણ સહિતની નવા વસવાટ યેલા વિસ્તારોની છે. જો કે, તંત્ર સબ સલામતના આલબેલ પોકરી રહ્યું છે અને રૂડા પણ ચોપડા પર પાણી સમસ્યા ન હોવાના રિપોર્ટ આપી રહ્યું છે. ત્યારે સસ્તા ભાવે મકાન કે ફલેટ લેનારા લોકો સરવાળે પાણી, લાઈટ, સફાઈ જેવી અનેક સુવિધાઓ પાછળ મોટી રકમ ખર્ચી પોતાનું બજેટ વેર વિખેર કરી રહ્યાં છે.

Img 9291

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.