Abtak Media Google News

નિયમાનુસાર ટેક્સ બજેટ ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં અને યોજનાકીય બજેટ ૩૧મી માર્ચ સુધીમાં મંજુર કરવું ફરજિયાત, વહીવટદાર પાસે નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા ન હોય વચગાળાનું બજેટ મેન્ટેનન્સ ખર્ચ પૂરતું જ સીમિત રહેશે

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ચૂંટણી ચૂંટણી ત્રણ મહિના પછી ફેલાવવામાં આવી છે. બોડીની મુદત પૂર્ણ થતાની સાથે જ આજથી રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન આવી ગયું છે. વહીવટદાર પાસે નીતિવિષયક નિર્ણય લેવાની કોઈ જ સતા ન હોય આવામાં કોર્પોરેશનના નવા નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં બે ફાડીયા કરવા પડે તેવું લાગી રહ્યું છે. વહીવટદારે પગાર,લાઈટ બિલ, પાણીનો  સહિતના ખર્ચના મેન્ટેનન્સ માટે ત્રણ મહિનાનું વચગાળાનું બજેટ આપવું પડશે.નિયમાનુસાર ટેક્સની જોગવાઈવાળુ બજેટ ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં અને યોજનાકીય બજેટ ૩૧મી માર્ચ સુધીમાં મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી આપવાનું રહે છે.આવામાં બજેટને લઈ મ્યુનિસિપલ કમિશનર થોડા અસમંજસમાં મુકાઈ ગયા છે રાજ્યની અન્ય મહાપાલિકાના વહીવટદાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ બજેટ કઇ રીતે આપવું તે અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.

છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં ડિસેમ્બર માસ સુધીમાં નવી બોડી ચૂંટાઈને બેસી જતી હોય બજેટ અંગે કોઈ તકલીફ ઊભી થતી ન હતી ગઈકાલે બોર્ડની મુદત પુર્ણ થયા બાદ વહીવટદારની નિમણૂક કરી દેવામાં આવી છે. વહીવટદાર પાસે કોઈ નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા નથી દર વર્ષે મહાપાલિકાનું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાન્યુઆરીના અંત સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી દેવામાં આવતું હોય છે અને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા ૧૦ ફેબ્રુઆરીના આસપાસ બજેટ મંજૂર કરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતું હોય છે, ૨૦ ફેબ્રુઆરી પૂર્વે જનરલ બોર્ડ બજેટને મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી આપી હોય છે હજી મહાપાલિકાની ચૂંટણીની તારીખોનું એલાન પણ થયું નથી ફેબ્રુઆરી માસના અંતમાં ચૂંટણી યોજાય તેવી સંભાવના લાગી રહી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ પરિણામો બાદ પ્રથમ બોર્ડ બોલાવવામાં આવે છે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટીની રચના બાદ ચેરમેનની વરણી કરવામાં આવે છે.આ તમામ પ્રક્રિયા પૂર્ણ થવામાં ઓછામાં ઓછા એક માસ પસાર થઈ જાય છે.ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કરવામાં આવે છે જેના પર સ્ટેન્ડીંગ કમિટી દસ દિવસ સુધી અભ્યાસ કર્યા બાદ જરૂરી સુધારા-વધારા સાથે મંજુર કરી બજેટ બોર્ડ સમક્ષ રજુ કરતી હોય છે અને ત્યારબાદ બોર્ડ બજેટને મંજૂર કરી સરકારમાં મોકલતી હોય છે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા એક મહિનો પસાર થઈ જાય છે. હાલ મહાપાલિકામાં બોર્ડની મુદત પૂર્ણ થઇ જતા રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહિના સુધી વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે વહીવટદાર દ્વારા પૂર્ણ બજેટ આપવામાં ન આવે તે વાત ફાઈનલ છે નિયમ અનુસાર ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં ટેક્સ બજેટ આપવાનું રહે છે આ સ્થિતિમાં વહીવટદાર વર્તમાન કર માળખું યથાવત રાખી ટેક્સ બજેટ જાહેર કરી દેશે અને યોજનાકીય બજેટ આપવાના બદલે મેન્ટેનન્સ સહિતના ખર્ચનું ત્રણ માસ નું વચગાળાનું બજેટ આપી શકે તેવી સંભાવના હાલ જણાય રહી છે નવી બોડી નિયુક્ત થયા બાદ શાસકો દ્વારા પૂર્ણ બજેટ આપવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે કે, આગામી નાણાંકીય વર્ષનું બજેટ કેવી રીતે અને કેટલા સમય માટે આપવું તેને લઇ મ્યુનિસિપલ કમિશનર થોડા અસમંજસમાં મુકાઈ ગયા છે. કારણ કે વહીવટદાર તરીકે તેઓની નિયુક્તિ ચોક્કસ કરવામાં આવી છે પરંતુ તેની પાસે કોઈ નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા નથી આવામાં જો જાન્યુઆરી માસના અંતમાં ચૂંટણીની તારીખો નું એલાન થઈ જાય અને ત્યારબાદ વચગાળાના બજેટમાં પણ કોઈ અજાણતા એવી જાહેરાત થઈ જાય જેનાથી આચાર સંહિતાનો ભંગ થાય તો વહીવટદાર તરીકે તેઓએ રાજ્ય સરકાર કે ચૂંટણી પંચને જવાબ આપવો પડે આ સ્થિતિમાં સ્થિતિમાં તેઓ થોડા અસમંજસમાં મુકાઈ ગયા છે માત્ર રાજકોટ જ નહીં રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ આજથી વહીવટદાર શાસન આવી ગયું છે. તમામ છ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જ વહીવટદાર ગુજરાતી તરીકે નિયુક્ત કરાયા છે આવામાં તેઓ તમામ એકા બીજા સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નવા નાણાકીય વર્ષ માટે કવિ કેવી રીતે અને કેટલા સમય માટે નું વચગાળાનું બજેટ આપવું તે અંગે નિર્ણય લેશે એકવાર ફાઈનલ થઈ જવા પામી છે કે, રાજકોટ મહાપાલિકાના નવા નાણાકીય વર્ષ માટે બજેટના બે ફાડીયા થશે જેમાં જેમાં વહીવટદાર દ્વારા બે થી ત્રણ માસનુ વચગાળાનું બજેટ આપવામાં આવશે જ્યારે બોડી નિયુક્ત થયા બાદ તે પૂર્ણ બજેટ જાહેર કરશે.

કાલે બજેટની રીવ્યુ બેઠક બોલાવતા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ

વહીવટદાર તરીકે બ્રિજ સહિતના કામોને આગળ ધપાવવા,  ટેન્ડર પ્રોસેસ માટે જરૂર પડશે તો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ બોલાવાશે: અગ્રવાલ

રાજકોટ મહાનગરપાલિકામાં વર્તમાન બોર્ડની મુદત ગઈકાલે સાંજે પૂર્ણ થતાની સાથે જ આજે ઉઘડતી કચેરીએ વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. શાસક પાંખના અભાવે શહેરમાં એકપણ વિકાસ કામ પર અસર ન થાય કે બ્રેક ન લાગે તે માટેની પહેલી પ્રાયોરિટી અગ્રવાલ દ્વારા હાથ પર લેવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષના મંજૂર થયેલા બજેટના પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે આવતીકાલે સવારે ૧૧ વાગ્યે  કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રીવ્યુ બેઠક બોલાવવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે આજે તેઓએ વહીવટદાર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. ચાલુ નાણાંકીય વર્ષનું જે બજેટ જનરલ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને તેમાં જે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે તે ઝડપથી આગળ વધે તે આવતી કાલે  અલગ-અલગ વિભાગોના અધિકારીઓ સાથે સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બજેટની રીવ્યુ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રિવાઇઝ બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બજેટમાં મૂકવામાં આવેલા પ્રોજેક્ટની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે. ક્યાં પ્રોજેક્ટ શરૂ નથી થઈ શક્યા અને તેના કારણો શુ ? જે પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે તેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વહીવટદારને નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી નથી. આવામાં તેઓ ઓવરબ્રિજ સહિતના પ્રોજેકટને આગળ ધપાવવા અને ટેન્ડરની પ્રક્રિયા કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ બોલાવશે અને કામો મંજૂર પણ કરશે માત્ર નીતિ વિષયક નિર્ણય નહીં લઇ શકે.વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર કઈ રીતે આપી શકાય તે અંગે વિસ્તૃત અભ્યાસ અને અન્ય મહાનગરપાલિકાઓના વહીવટદાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં આ પૂર્વે અલગ અલગ પાંચ વખત બોડીની મુદત પૂર્ણ થતા કે અન્ય કોઇ કારણોસર વહીવટદાર શાસન આવ્યું છે.આજથી છઠ્ઠી વખત વહીવટદાર શાસન અમલમાં આવ્યું છે. વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ઉદીત અગ્રવાલે શહેરીજનોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને શાસક પાંખના અભાવે કોઇ મહત્ત્વ પણ કામગીરી પર બ્રેક ન લાગે તેની કાર્યવાહી હાથ પર લીધી છે. આવકના દાખલા મરણના દાખલા આપવા માટેની વ્યવસ્થા ગોઠવવા તેઓ સતત કલેકટર સાથે સંપર્કમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.