Abtak Media Google News

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી વિદ્યાર્થીઓના પ્રવેશથી લઇ માર્કશીટ સુધીના તમામ  એક જ પ્લેટફોર્મ પર થઈ જશે: વિદ્યાર્થીઓમાં રસ-રૂચિ કેળવાશે

આ ધરતી પર મનુષ્ય એક જ એવો અવતાર છે કે, જેને કુદરતે વિચારવાની સાથે તે પ્રકિયા પણ કરવાની ક્ષમતા આપી છે. મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેને સિક્સસેંથ આપી છે જેનાથી તે ભવિષ્યનું વિચાર કરી પ્લાનિંગ કરી શકે. ત્યારે પહેલાના સમયમાં જ્યારે ભણતર ઓછું હતું પરંતુ ગણતરમાં લોકો આગળ હતા. જ્યારે હાલના સમયે ભણતર તો વધ્યું સાથોસાથ ગોખણપટ્ટી પણ વધી ગઈ જેથી વિદ્યાર્થીઓ કૌશલ્ય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી દુર થયા છે. લોકોનું માનસિક સ્વાસ્થય સારૂ હશે તો જ તેઓ કામ કરી શકશે ત્યારે હવે ગણતરીની ખામીએ ભણતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લેવો પડ્યો છે. જેથી શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધતા વિદ્યાર્થીઓ વન ટચમાં જ બધુ શીખી શકશે. આગામી દિવસોમાં લોકોએ કૌશલ્ય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લેવો જ પડશે.ધરતી પર સૌથી પ્રખર બુદ્ધિશાળી જીવ મનુષ્ય છે. પોતાની બુદ્ધિના જોરે માનવી સર્વશક્તિમાન સજીવ થઈ પૃથ્વી પર આધિપત્ય ભોગવે છે. વિજ્ઞાનનો વિકાસ થતાં ઇન્ડસ્ટ્રિયલ રેવોલ્યુશન પછી માનવી પાસે વિશેષ પાવર આવ્યો. છેલ્લા પાંચ દાયકાઓમાં ડિજિટલ રેવોલ્યુશન માનજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વ્યાપી જતાં ઇન્ફર્મેશનનો મહાવિસ્ફોટ થયો છે. મધુસંચયના વાચકો સમજી શકે કે માહિતી-વિસ્ફોટ હવે માનવ-બુદ્ધિ માટે ભારણ બન્યો છે. આટલા જંગી ડેટાને હેંડલ કરવા અથવા તેનાં તારણો પરથી ત્વરિત નિર્ણય લેવાનાં કામ માનવી માટે મુશ્કેલ થતાં જાય છે. તેથી માનવીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ને ડગલે અને પગલે ઉપયોગમાં લેવી શરૂ કરી છે.દેશમાં શિક્ષણ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ આવતા જ વિદ્યાર્થીઓના પ્રવેશથી માર્કશીટ સુધીના તમામ પેરામીટર ઓનલાઇન થઈ જશે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા શાળાઓમાં શિક્ષકો શુ ભણાવે છે, શિક્ષકોની હાજરી તેમજ ક્યાં છે તેની તમામ માહિતી એક જ પ્લેટફોર્મ પર મળી રહેશે. તેમજ વિદ્યાર્થીઓને પોતાની ઇરછા શક્તિ મુજબ આગળ વધશે અને મનપસંદ કાર્યો કરી શકશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ સ્કિલ ઇન્ડિયા તરફનું પણ પગલું છે જે વિદ્યાર્થીઓના કોશલ્યમાં પણ વધારો કરશે અને લોકોને જણતા અજાણતા આ સિસ્ટમ નો ઉપયોગ કરવો પડશે જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.