Abtak Media Google News

મહાનગરપાલીકા તથા સમસ્ત જૈન સમાજના સંયુકત ઉપક્રમે જરૂરીયાત મંદ વ્યકિતઓને ‘માં અમૃતમ કાર્ડ’નું વિતરણ કરવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પ રાજકોટમાં કોઠારીયા નાકા પાસે આવેલ વિરાણી પૌષધાલયમાં રાખવામાં આવ્યું હતુ. આ કેમ્પનું ઉદઘાટન શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ તેમજ આ કેમ્પમાં ૨૫૦થી વધુ પરિવારોએ લાભ લીધો હતો.

Advertisement

Vlcsnap 2018 03 12 09H05M00S234

Vlcsnap 2018 03 12 09H02M23S197Vlcsnap 2018 03 12 09H14M13S127આ કેમ્પમાં મુખ્ય અતિથિઓ જેમકે આરએમસી ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય તથા શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૭ના કોર્પોરેટર અજયભાઈ પરમાર, વોર્ડ નં.૭ના કોર્પોરેટર હીરલબેન મહેતા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, વિધાનસભા ૭૦ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શાસકપક્ષના દંડક રાજુભાઈ અધેરા, વોર્ડ નં.૭ કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, વોર્ડ નં.૭ કોર્પોરેટર મીનાબેન પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દરેક મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ દરેક મેમાનોનાં હસ્તે અમૃતમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતુ જૈન સમાજના જરૂરીયાત મંદ વ્યકિતઓને સારવાર માટે તકલીફ ન પડે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.