Abtak Media Google News

રેસકોર્ષ ખાતે આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પધારી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

આજ રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ તથા રાજકોટ મંદિર દ્વીદશાબ્દી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રેસકોર્ષ મેદાન ખાતે સાંજે ૭ થી ૧૦ દરમ્યાન ભવ્ય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ યોજાયો હતો.જેમાં માનવ ઉત્કર્ષના પંથે પ્રેરતાં પ્રેરક સંવાદો, મનમોહક નૃત્યો, રસપ્રદ વિડીયો શો, પથદર્શક પ્રવચન અને પરમ એકાંતિક સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દર્શન તથા આશીર્વાદનો લાભ પ્રાપ્ત થયો હતો.

5 27 18 2204 1પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન દરમ્યાનતેમની એકજ જીવનભાવના રહેલી કે “બીજાના સુખમાં આપનું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ.“ આ વિચારને પ્રત્યેક લોકો સુધીપહોંચાડીનેપ્રત્યેક માનવીને જીવન જીવવાની પ્રેરણા મળે તથા દરેક મનુષ્યનું જીવન ઉત્કૃષ્ટ બને અને સર્વેનું જીવન સુખ-શાંતિમય બને તે માટે માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

રાજકોટ ખાતે ઉજવાનાર પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવનો ભવ્ય ઉદ્દઘોષ

ભારતીય હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના ત્રણ આધાર સ્થંભો એટલે કે શાસ્ત્ર, મંદિર અને સંત. બી.એ.પી.એસ. સંસ્થાના મંદિરોએ અનેક રીતે સમાજને પ્રદાન કરી અનેક લોકોને સદાચારના માર્ગે વાળ્યા છે.આજ ભાવનાને વિષયક વિશિષ્ટ સંવાદની પ્રસ્તુતિ યુવાનો દ્વારા થઇ હતી.

5 27 18 4265બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા સમાજ તથા માનવ ઉત્કર્ષ માટે થતી બાળપ્રવૃત્તિ તથા યુવાપ્રવૃતી જેવી વિશિષ્ટ પ્રવૃતિનું નિદર્શન દ્રશ્ય-શ્રાવ્યના માધ્યમ દ્વારા તથા સંવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ વંદનીય સંત પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના જીવન પર વિશેષ સંવાદો તથા પ્રસ્તુતિ થઇ હતી. જેની રજૂઆત આકર્ષક પરેડમાં ૪૦૦ જેટલા બાળકો, યુવાનો અને વડીલો દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ “દુઃખનો દેહાંત અને સુખનો સૂર્યોદય” એ વિષયક વક્તવ્ય દ્વારા જણાવ્યું હતું કે,‘દુઃખનું કારણ સંયમનો અભાવ છે નહિ કે વસ્તુનો અભાવ. સાચું સુખ સાધનોથી નહી પરંતુ સાધનાથી છે. સુખ એ વસ્તુથી નહી પણ વિચારોથી છે. જે વ્યકિત સદ્દગુણોના વિચારોથી જીવે છે તેના જીવનમાંજ સુખનો સૂર્યોદય થાય છે.આપણે દુઃખોને ડિલીટ નથી કરતા અને સુખોને સેવ નથી કરતા.પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં પણ ઘણા દુઃખો આવ્યા, છતાં પણ તેઓએ પોતાના સમગ્ર જીવન દરમ્યાન સવળો અભીગમ રાખી સુખની અનુભૂતિ કરવાનો આદર્શ માર્ગ સમાજને ચીંધ્યો છે.’

Dji 0169 1આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી ઉપક્રમે થનાર સામાજીક પ્રવૃત્તિઓને બિરદાવતા કહ્યું હતું કે,‘વ્યસનમુક્તિ, એકતા, આધ્યાત્મિકતા એમ સર્વ પ્રકારે વિકાસ માટે બી.એ.પી.એસ. લીડર છે.’તેમજ બી.એ.પી.એસ. સંસ્થાના સમાજ ઉત્થાનના પ્રકલ્પ બદલ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે,‘પ્રમુખસ્વામીનું ઋણ ચૂકવાય એવું નથી. પરંતુ એમના જન્મજયંતી મહોત્સવે ફુલની પાંખડી સમાન સેવા કરી લઈએ. આ મહોત્સવમાં મુખ્યમંત્રી તરીકે નહી પરંતુ રાજકોટના સંતાન તરીકે સહભાગી બનીશ.’

માનવ ઉત્કર્ષ મહોત્સવના અંતિમ ચરણમાં પરંમ પૂજય મહંતસ્વામી મહારાજે તમામ ભક્ત સમુદાયને આશીર્વાદ પાઠવ્યા હતા કે,‘પ્રમુખસ્વામીએ રાત દિવસ માનવ ઉત્કર્ષ માટે જીવન વિતાવ્યું છે. બધાનું કલ્યાણ થાય, ભલું થાય, એ જ પ્રમુખસ્વામીની શુધ્ધ ભાવના હતી.’

“બીજાના ભલામાં આપણું ભલું છે.” આ જીવનભાવના સાથે માનવ માત્રના ઉત્થાન માટે, સમાજના ઉત્કર્ષ માટે જેમણે પોતાનું ૯૫ વર્ષનું જીવન સમર્પિત કરી દીધું તેવા યુગવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજની ૯૮માં જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે તારીખ ૫ થી ૧૫ ડીસેમ્બર દરમ્યાન ઉજવાનાર છે. આ ઉપક્રમેસમગ્ર વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેકવિધ સામાજીક અને સાંસ્કૃતિકકાર્યક્રમો યોજવામાં આવશે.  જેનો સમગ્ર રાજકોટના ભાવિક ભક્તોને લાભ મળનાર છે.

Mg 9642અંતમાં રાજકોટના પ્રખ્યાત એવા રેષકોર્ષના ગ્રાઉન્ડમાં ઉપસ્થિત૫૦,૦૦૦થી વધુ હરિભક્તો તેમજ ૧૫૦થી વધુ સંતોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. સમૂહ આરતી વખતે એક સાથે હજારો દીવડાઓના ઝગમગાટથી એક અનોખો આધ્યાત્મિક માહોલ રચાયો હતો. માનવ ઉત્કર્ષ મહોત્સવની પુર્ણાહુતી દરમ્યાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવના હાર્દ સમુંનૃત્ય યુવાનો દ્વારા પ્રસ્તુત કરી ભાવાંજલિ પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.