Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યુપીએસસીના ટ્રેનીંગ સેન્ટરનો શુભારંભ, એલ્યુમની વેબસાઈટનું લોન્ચીંગ અને ૩૬૦૦૦ વિદ્યાર્થીઓને ઈ-ટેબ વિતરણના કાર્યક્રમો યોજાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટ પધારવાના છે. તેઓના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રિદિવસીય યુવક મહોત્સવ ઈન્દ્રધનુષ-૨૦૧૯ને ખુલ્લો મુકવામાં આવનાર છે. આ સો મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે યુપીએસસીના ટ્રેનીંગ સેન્ટરનો શુભારંભ, એલ્યુમની વેબસાઈટનું લોન્ચીંગ અને ૩૬૦૦૦ વિર્દ્યાીઓને ઈ-ટેબ વિતરણના કાર્યક્રમો યોજાશે. આ વેળાએ મુખ્યમંત્રી વિદ્યાર્થીને સંબોધીત પણ કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી ત્રિદિવસીય યુવક મહોત્સવ ઈન્દ્રધનુષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે નીમીતે આવતીકાલે જાજરમાન ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદઘાટક તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેવાના છે. જે માટે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ પાર્ટી પ્લોટ ખાતે મુખ્ય સમારોહ યોજવામાં આવશે. કુલ ૧૦,૦૦૦ી વધુ વિદ્યાર્થી બેસી શકે તેવો વિશાળ વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિર્દ્યાીઓને સંબોધીત પણ કરવાના છે. યુવક મહોત્સવના ઉદઘાટનની સાથો સાથ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રેકોર્ડબ્રેક ૩૬૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ઈ-ટેબનું વિતરણ પણ કરવામાં આવનાર છે. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌ.યુનિ. તા જૈન ઈન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે યુપીએસસી કોચીંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ૨૦૦ જેટલો વિર્દ્યાીઓને ૭ ઓકટોબરી યુપીએસસીનું કોચીંગ રેગ્યુલર ધોરણે આપવામાં આવશે.સવારના ૮ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી કાર્યરત રહેનાર આ સેન્ટરમાં સંપૂર્ણ અભ્યાસ સુવિધા પૂરી પાડવા દિલ્હીથી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

આ ટ્રેનીંગ સેન્ટરનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન વાનું છે. સાથો સાથ સીસીડીસીની અદ્યતન લાઈબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં એક સો ૪૦૦ વિદ્યાર્થી બેસી શકે તેવી વિશાળ લાઈબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આ લાઈબ્રેરીમાં ૧૦,૦૦૦ી વધુ પુસ્તકોની સુવિધા ઉપરાંત ઈ-કોર્નર, ઈ-લર્નીગ જેવી અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથો સાથ મુખ્યમંત્રીના હસ્તે સૌ.યુનિ.ની અલ્યુમની એસો.ની વેબસાઈટનું લોન્ચીંગ તથા આંકડાશાસ્ત્ર ભવનના રાષ્ટ્રીય સંવાદનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર જાજરમાન કાર્યક્રમને લઈ સૌ.યુનિ.ને મનમોહક રીતે શણગારવામાં આવી છે. મેઈન ગેટી સભા સ્થળ સુધી રોડની બન્ને સાઈટ વિવિધ પ્રકારની ધજા ફરકાવવામાં આવી છે. ઉપરાંત રોશનીનો પણ ઝગમગાટ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.