Abtak Media Google News

કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા ભંડેરી-મિરાણી શહેરના ઇન્ચાર્જ વોર્ડ ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ

રાજયમાં એક માસ સુધી ચાલનાર ભૂમિ સુપોષણ અભિયાનમાં શહેર ભાજપ દ્વારા તબકાવાર વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાશે તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મ્યુ ફાઇનાન્સ વોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું છે.

પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ભુમિ સુપોષણ અભિયાન આગામી 13 એપ્રિલથી 14 મે સુધી  અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.  આ અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ્ા કમલેશ મિરાણીની અધ્યક્ષ્ાતામાં અને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, કીસાન મોરચાના પ્રમુખ પ્રવીણ ક્યિાડા, મહામંત્રી રસીકભાઈ પટેલ, હરેશ જોષી, પ્રવીણ નીમાવત સહીતનાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં ભુમિ સુપોષણ અભિયાનના શહેરના ઈન્ચાર્જ તરીકે કિશોર રાઠોડ, સહઈન્ચાર્જ તરીકે રસીકભાઈ પટેલ અને પ્રવીણ નીમાવતને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ વોર્ડના ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જ તરીકે વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને શક્તિકેન્દ્રના ઈન્ચાર્જ-સહઈન્ચાર્જને પણ આ અભિયાનમાં જોડી આ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે.

આ અંતર્ગત વધુ માહિતી આપતા ધનસુખ ભંડેરી તથા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદક્તા નષ્ટ થઈ ગઈ છે સાથોસાથ  માનવજાતને અનેક જીવલેણ રોગની ભેટ મળી છે. આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી એ સમયની માંગ છે, જેમાં સજીવ ખેતી, જળસંચય, ગૌ સવંધર્ન તથા પર્યાવરણ જાળવણી માટે એક વ્યાપક જનજાગૃતી અભિયાન રાજયના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર. પાટીલના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું છે, એક માસ સુધી ચાલનારા આ ભુમિ સુપોષણ અભિયાનમાં શહેર ભાજપ ધ્વારા તબકકાવાર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. તેમ આ કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને જોડવામાં આવશે. ધનસુખ ભંડેરી તથા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.