Abtak Media Google News

કરાર માટે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, મ્યુનિ.કમિશનરને અધિકૃત કરવા દરખાસ્ત

રાજકોટ શહેરની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે. રાજકોટ દેશનાં વિકસતા શહેરોમાં સ્થાન પામ્યું છે. આવામાં પાડોશી દેશ એવા ચીન સાથે વિહાત્મક ભાગીદારી, પરસ્પર હિત ધરાવતા ક્ષેત્રોમાં સહકાર માટે કરાર કરવાનાં થાય છે જે અંતર્ગત રાજકોટ શહેર અને ચીનનાં કવીન્ગ્ડા શહેર વચ્ચે ટવીન સિટી કરાર કરવામાં આવશે. આ માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ચીનનાં કવીન્ગ્ડા રાજયોનાં જીયોઝોઉં શહેર સાથે રાજકોટ ટવીન સિટી કરાર કરશે. કરારનો હેતુ મિત્રતા અને સહકાર સ્થાપિત કરવા, પોતાને ન્યાયિક ક્ષેત્રમાં યોગ્ય માળખામાં પરસ્પર સન્માન, સમાન્નતા અને અરસ-પરસ લાભ, કાનુની અને નીતિઓને અનુરૂપ બંને રાષ્ટ્ર વચ્ચે થયેલી આંતરીક સંધીને અનુરૂપ યોગ્ય કમિટીની રચના કરવાનો છે. નિયુકિત સતાધીકારીઓ સહિતનાં લોકો વચ્ચે નિયમિત સંપર્ક જળવાય રહે તથા પરસ્કાર હિતો સંબંધિત ક્ષેત્રમાં પ્રતિનિધિમંડળો તથા સંસ્થાઓ વચ્ચે અનુભવનાં આદાન-પ્રદાનનો હિસ્સો રહેશે. કરારમાં અલગ-અલગ ૯ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને શહેરો વચ્ચે થનારા ટવીન સિટી કરારનાં મુખ્ય સંકલન અધિકારી તકરાર-વિવાદનાં સમાધાન અધિકારી તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિયુકિત કરવા તેમજ રાજકોટ મહાપાલિકાવતી કરાર કરવા માટે હોદાની રૂહે મેયર, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવા માટે સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી છે. જે અંગે આગામી દિવસોમાં મળનારી સ્ટેન્ડિંગની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.