Abtak Media Google News

ખેડૂતોને સિઝનમાં ખાતરની તાતી જરૂરીયાત હોવાથી જીએનએફસીની રજૂઆત બાદ કલેકટર તંત્રનું પગલું

ટ્રક ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાલને પગલે જીવન જરૂરી વસ્તુઓનું પરિવહન ઠપ્પ થયું છે. સાથો સાથ ચોમાસાની ઋતુમાં ખેડૂતોને જરૂરી એવા ખાતરનું પરિવહન પણ બંધ થતાં આજે જીએનએફસી દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવતા રાજકોટના રેલવે યાર્ડમાં પડેલો ખાતરનો જથ્થો પરિવહન કરાવવા માટે આરટીઓને જરૂરી સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ ટ્રક, ટ્રાન્સપોર્ટની દેશવ્યાપી હડતાલને પગલે હાલમાં રેલવે યાર્ડમાં પડેલો ખાતરનો જથ્થો જે તે તાલુકા મક કે ગામ સુધી પહોંચ્યો ન હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ સંજોગોમાં જીએનએફસી દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરી ખાતરનો જથ્થો પરિવહન કરાવવા માટેની વ્યવસ ગોઠવવા માંગણી કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા આ મામલે આરટીઓને સુચના આપી ખાતરનું પરિવહન કરાવવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રક, ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે ખાસ કરીને શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન અટકતા બજારમાં ચીજવસ્તુઓના ભાવો ઉંચકાયા છે. આ સંજોગોમાં જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના જથ્થો પર નજર રાખવામાં આવી રહી છે.

દરમિયાન ચોમાસાની સીઝનમાં ખેડૂતોને ખાતરની તાતી જરૂરીયાત હોવાનું લક્ષમાં લઈ જિલ્લા કલેકટર આરટીઓ કચેરીને ખાતર પરિવહનને જરૂરી ટ્રકની વ્યવસ ગોઠવવા સુચના અપાતા એકાદ-બે દિવસમાં જ તાલુકા અને ગ્રામ્ય લેવલે ખાતરનો જથ્થો પહોંચી જશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.