Abtak Media Google News

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદ ઉધોગ મંત્રાલયના કેન્દ્રીય મંત્રીનો રાજયસભા સાંસદ પરીમલ નથવાણીને પ્રત્યુત્તર

કેન્દ્ર સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોના મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૫માં ઉધોગ આધાર મેમોરન્ડમ નામનું વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉધોગોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. તેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કુલ ૪૮,૩૯,૫૪૯ જેટલા ઉધોગોનું રજીસ્ટ્રેશન થયું છે. તેમાંથી ૪,૮૬,૦૮૦ ઉધોગો ગુજરાતમાં, જયારે ૯૭,૯૯૮ જેટલા ઉધોગો ઝારખંડ રાજયમાં નોંધાયા છે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળનાર કેન્દ્રીય રાજયમંત્રી ગિરિરાજસિંહે તા.૧૮ જુલાઈ ૨૦૧૮ના રોજ માહિતી રાજયસભા સાંસદ પરિમલ નથવાણીએ પુછેલા પ્રશ્ર્નનો સદનમાં ઉતર આપતા જણાવી હતી. આ પોર્ટલ વિશેની તમામ વિગતો રાજયસભા સાંસદ પરીમલ નથવાણીએ જાણી હતી.

મંત્રીના નિવેદન અનુસાર પોર્ટલ શ‚ થયું તે પહેલા ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ના વર્ષ દરમ્યાન કુલ ૭.૮૮ લાખ ઉધોગો દ્વારા એન્ટરપ્રીન્યોર મેમોરેન્ડમ ફાઈલ કરવામાં આવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઉપરોકત પોર્ટલમાં દેશમાંથી કુલ ૨૪,૨૪૮ જેટલા ઉધોગોનાં રજીસ્ટ્રેશન રદ પણ થયા છે. તેમાંથી ગુજરાતનાં ૨૫ અને ઝારખંડના ૯૨૭નો સમાવેશ થાય છે.

નોંધણીના ફાયદા અંગે જણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, જે ઉધોગો સરકારમાં નોંધણી કરાવે છે તેમને સરકારની વિવિધ યોજનાઓ જેમ કે એમએસઈની ક્રેડિટ ગેરેંટી સ્કીમ, ક્રેડિટ સાથે સંકળાયેલી કેપીટલ સબસીડી સ્કીમ, એમએસએમઈ માટે લીન ઉત્પાદન સ્પર્ધાત્મકતા સ્કીમ, સૂક્ષ્મ અને લઘુ ઉધોગ જુથ વિકાસ યોજના, ઈનોવેશન, ગ્રામીણ ઉધોગ અને ઉધમોના પ્રોત્સાહનની યોજના, પરંપરાગત ઉધોગોને પુન:સ્થાપિત કરવા માટેની રીવેમ્પ સ્કીમ, સુક્ષમ, લઘુ અને મધ્યમ ઉધોગો માટે ડિઝાઈન કલીનીક સ્કીમ તથા તેમને ઝેડઈડી સર્ટીફીકેશન સ્કીમ અંતર્ગત નાણાકીય સહાય વગેરે યોજનાઓ તેમજ અન્ય સરકારી વિભાગો દ્વારા આપવામાં આવતી યોજનાઓનો સમાવેશ થાય છે

અને આ પોર્ટલ પર નોંધણી કરાવેલા યુનિટોને પબ્લીક પ્રોકયોરમેન્ટ પોલીસી અંતર્ગત મળવાપાત્ર લાભો અને સુવિધાઓમાં તદન નિ:શુલ્ક ટેન્ડર સેટ, બાનાની રકમની ચુકવણીમાંથી મુકિત, સુક્ષમ અને લઘુ ઉધોગોને ખરીદીમાં પ્રાધાન્ય, ૩૫૮ જેટલી પ્રોડકટ આઈટમો તેમાંથી જ ખરીદવા અંગે અનામત રાખવામાં આવી છે તથા તેમને જ‚રી અનુભવ અને ટર્નઓવરના માપદંડોમાંથી પણ મુકિત આપવામાં આવી છે.

વધુમાં આ ક્ષેત્રના મહત્વને દર્શાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં બહાર પડાયેલા ઈનસોલવન્સી અને બેંકરપ્સી કોડ અદ્યાદેશ દ્વારા આ ક્ષેત્ર માટે સરકારને વિશેષ છુટ આપવાની સતા આપવામાં આવી છે. આ પોર્ટલ પર નોંધણી વધારવા રાજય સરકારો અને ઉધોગ એસોસીએશનોને વિડીયો કોફરન્સીંગ દ્વારા ઈન્ટરેકટીવ સત્રો કરવા અને માહિતીનું આદાન-પ્રદાન વધારવા સુચનો કરવામાં આવ્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે, રાજય સ્તરનાં સંમેલનોમાં હેલ્પ ડેસ્ક ઉભા કરી અને આ પોર્ટલ પર નોંધણીને પણ તેમના વિભાગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.