Abtak Media Google News

વોડાફોને કોલિંગ અને ડેટાના ફાયદા સાથે છોટા ચૅમ્પિયન નામથી એક નવું પ્રિ-પેઇડ રિચાર્જ પેક રજૂ કર્યું છે. તેની કિંમત 38 રૂપિયા રાખવામાં આવી છે આ નવા રિચાર્જ પેકની વેલિડિટી 28 દિવસો છે. આમાં ગ્રાહકોને 100 મિનિટ લોકલ અને એસટીડી કોલિંગ આપવામાં આવશે અને 100 એમબી ડેટા પણ આપવાના આવશે ગ્રાહકો ઓનલાઈન અને ઑફલાઇન બંને રીતોથી રિચાર્જ કરી શકે છે

આ સ્કીમ અંતર્ગત એક શરત રાખવામાં આવી છે કે જેમાં એક બાજુ બધા રાજ્યમાં આ સ્કીમમાં 100MB જેટલો ડેટા મળશે, બીજી તરફ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ, બિહાર અને ઝારખંડ, અને આંધ્રપ્રદેશ અને તેલંગણાના ગ્રાહકોને 200MB ડેટા મળશે. જોકે આ સ્થળોને 2જી સ્પીડ જ મળશે, જ્યારે બાકીના ગ્રાહકોને 3G / 4G આપવામાં આવશે.

આ ઉપરાંત વોડાફોને ગોપનીય રીતે 349 રૂપિયાના અનલિમિટેડ કોમ્બો ટેરિફ પ્લાનમાં મોટા ફેરફાર કર્યા છે. કંપની હવે આ પ્લાનમાં 1.5GB ડેટા ગ્રાહકોને ઉપલબ્ધ કરાવી રહી છે, જ્યારે તે પહેલા માત્ર 1GB ડેટા જ આપવામાં આવતો હતો.

આ ઓફર સાથે જ વોડાફોન હવે 349 રૃપિયાની યોજનામાં અનલિમિટેડ (લોકલ + એસટીડી) વોઇસ કોલ, ફ્રી અનલિમિટેડ નેશનલ રોમિંગ અને વોડોફોન પ્લે સબ્સ્ક્રિપ્શન આપવી. આમાં કોઈ SMS નથી સાથે સાથે વોઇસ કોલ પર દરરોજ લિમિટ 250 મિનિટ અને પ્રતિ અઠવાડિયે લિમિટેડ 1000 મિનિટ છે. આ યોજનાનું વેલિડિટી 28 દિવસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.