Abtak Media Google News

યોગ્ય રણનીતિ, ટેકનોલોજી, મુડી અને તરલતાને યોગ્ય રીતે જાળવનાર કંપની આવનારા સમયમાં ટકી રહેશે: આદિત્ય પુરી

વિશ્ર્વ આખું હાલ આ મહામારીથી આર્થિક રીતે પછડાયું છે જેની અસર ભારત દેશ ઉપર પણ પડી છે ત્યારે દેશનાં ઉધોગપતિઓમાં આશાવાદ જોવા મળી રહ્યો છે કે આવનારા સમયમાં દેશની આર્થિક સ્થિતિમાં અનેકગણો સુધારો જોવા મળશે અને દેશનું અર્થતંત્ર પૂર્ણત: વિકસિત થશે. વડાપ્રધાન મોદીનાં દુરંદેશી સ્વપ્ન અને નીતિ થકી આ મહામારીનાં સમયમાં પણ દેશે ઘણી ખરી યોજનાઓને પાર પાડી છે. જેમાં દેશે ૫૦૦ બિલીયન ડોલરનું ફોરેન રીઝર્વ થકી કેવી રીતે પોતાનું આયાત બીલ ઘટાડી શકાય તે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખ કરોડ રૂપિયાનાં સ્ટીમ્યુલસ પેકેજ આપી અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા માટે પણ અત્યંત કારગત સાબિત થઈ છે.

દેશના ઉધોગપતિઓનું માનવું છે કે, આવનારા સમયમાં દેશનું અર્થતંત્ર પુરપાટ આગળ વધશે જેમાં એચડીએફસીનાં સીઈઓ આદિત્ય પુરીએ આશાવાદ વ્યકત કર્યો છે અને જણાવ્યું છે કે, ભારતનો જીડીપી ભલે આ સમયમાં ઘટયો હોય પરંતુ એ દિવસ દુર નથી કે જયાં ભારતનું અર્થતંત્ર અન્ય દેશોની સરખામણીમાં અનેકઅંશે વધુ હશે. હાલ સરકાર ખેતી ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એક તરફ ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં પણ ખેતીને જે યોગ્ય દરજજો મળવો જોઈએ તે મળી શકયો નથી. સાથોસાથ જે ઉત્પાદકતા ખેતી ક્ષેત્રે આવવી જોઈએ તેમાં પણ ઘણાખરા અંશે ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ સરકાર માટે હવે ખેતીને વિકસિત કરવા સિવાય અન્ય કોઈ તાતો વિકલ્પ જોવા મળતો ન હોવાથી ઘણા પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા હતા. આ લોકડાઉનનાં સમયમાં સરકારે ખેતીને પ્રાધાન્ય આપી અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓને અમલી બનાવી છે અને સરકારનું માનવું છે કે, જો એગ્રી ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવશે તો દેશનું અર્થતંત્ર ઝડપભેર વિકસિત થશે.

એચડીએફસી બેંકનાં સીઈઓ આદિત્ય પુરીનાં જણાવ્યા મુજબ જે કંપની યોગ્ય રણનીતિ, ટેકનોલોજી, મુડી અને તરલતાને યોગ્ય રીતે જાળવશે તો તે કંપની આવનારા સમયમાં ટકી રહેશે. હાલ વૈશ્ર્વિક સ્તર પર કંપનીઓને ઘણી ખરી માઠી અસરનો સામનો કરવો પડયો છે.

બીજી તરફ બજારમાં તરલતાનો અભાવ હોવાથી કંપની પાસે જે પુરતા નાણા હોવા જોઈએ તે પણ જોવા ન મળતા ઘણીખરી રીતે કંપનીએ નુકસાની પણ વેઠવી પડી છે પરંતુ આવનારો સમય કંપનીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સમય બની રહેશે જો આ સમયમાં કંપની યોગ્ય રીતે ટકી રહેશે તો દેશનાં અર્થતંત્રને વિકસિત કરવા અને જીડીપીને આગળ ધપાવવા માટે અત્યંત ઉપયોગી અને અસરકર્તા સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.